તેરાપંથ પ્રોફેશનલ ફોરમ (TPF) દ્વારા 19 અને 20 જુલાઈના રોજ અમદાવાદના કોબા સ્થિત ચાતુર્માસ સ્થળે મેધાવી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં દેશના અલગ-અલગ શહેરોમાંથી આવેલા 250થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આચાર્ય શ્રી મહાશ્રમણજીના પાવન સાન્નિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આશીર્વચન આપે જણાવ્યું હતું કે, “મેધાવી થવું સારી વાત છે, પણ જીવનમાં આગળ વધતા રહેવું વધુ મહત્વપૂર્ણ છે.”કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક સત્રો યોજાયા જેમ કે Generative AI વિષય પર તાલીમ, UPSC પાસ થયેલા યુવાનનું મંતવ્યો, Startups અને ફેમિલી બિઝનેસ પર પેનલ ચર્ચા અને કરિયર કાઉન્સેલિંગ. સાથે જ વિદ્યાર્થીઓએ સામાયિક, મહામંત્ર જાપ જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.TPFના રાષ્ટ્રીય અધ્યક્ષ હિમ્મતભાઈ મંડોતે કહ્યું કે, “આચાર્યશ્રીનો આશીર્વાદ મળવો એ વિદ્યાર્થી માટે આંતરિક જોડાણનો માર્ગ છે.” કાર્યક્રમના સંયોજક ઋષભ પરમારએ જણાવ્યું કે, “આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે આધ્યાત્મિક રીતે જોડવાનો હતો.” TPF અમદાવાદના પ્રમુખ જાગૃતિ સંકળેચાએ જણાવ્યું કે, “આ કાર્યક્રમ ભવિષ્યના રાષ્ટ્ર નિર્માતા વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો હતો, જેમાં આધ્યાત્મિકતા તેમનો સર્વાંગી વિકાસ કરી શકે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here