ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિધ) એડમિશન પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલભાઇ પાનશેરીયા, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર પણ જોડાયા હતા.

ગત્ વર્ષે રાજ્યની સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશન માટે લોન્ચ કરવામાં આવેલ GCAS પોર્ટલ મારફતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની એડમિશન પ્રક્રિયા ઘોરણ-12 ગુજરાત બોર્ડના પરિણામ બાદ હાથ ધરવામાં આવનાર છે.

જેમાં પ્રો-એક્ટિવલી તમામ તૈયારીના ભાગરૂપે આજે યોજાયેલ સમીક્ષા બેઠકમાં ગત્ વર્ષે ધ્યાનમાં આવેલ ત્રુટિઓ, પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણો તેમજ મંત્રીની સૂચનાને પગલે વિભાગને સમગ્ર પ્રક્રિયા સઘન અને સરળ બનાવવા માટે સોંપવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here