ટાટાની પ્રોડક્ટ તનૈરાએ નાણાંકીય વર્ષ 2025માં 30 ટકા વૃદ્ધિ નોંધાવી છે અને લગ્નસરાની ખરીદીમાં જોવાયેલી મજબૂત તેજીના પગલે નાણાંકીય વર્ષ 2026માં પ્રભાવશાળી શરૂઆત કરી છે. આ તેજી તેના વિકાસ તરફી ટ્રેન્ડને વેગ આપી રહી છે. પોતાના આ વિકાસલક્ષી માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખતા બ્રાન્ડે સૌપ્રથમ વખત દેશવ્યાપી સેલ લોન્ચ કર્યું છે જેમાં સાડી, રેડી ટુ વેર એન્સેમ્બલ્સ, અનસ્ટીચ્ડ કુર્તા સેટ્સ અને ફેસ્ટિવલ લહેંગા સહિતની શુદ્ધ અને કુદરતી રેસામાંથી તૈયાર કરાયેલી વિશાળ રેન્જની પ્રોડક્ટ્સ પર 40 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે.41 શહેરોમાં 80 સ્ટોર્સના મજબૂત રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સાથે તનૈરા પસંદગીના એથનિક વેર ડેસ્ટિનેશન તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે. તહેવારોની સિઝન ધાર્યા કરતાં વહેલી શરૂ થઈ છે ત્યારે આ સેલનો હેતુ સિઝનનો પ્રારંભ થયાની જાહેરાત કરવાનો અને ગ્રાહકોને શુદ્ધ તથા પ્રમાણિત રેન્જની પ્રોડક્ટ્સ ખરીદવાની તક આપવાનો છે. આ પ્રોડક્ટ્સ તનૈરાની અનન્ય ડિઝાઇનના લીધે બધાથી અલગ તરી આવે છે.આ પ્રસંગે ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર સોમપ્રભ કુમાર સિંહે જણાવ્યું હતું કે પહેલી વખત અમે આટલી વિશાળ રેન્જ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ જેમાં પ્રોડક્ટ્સ પર 40 ટકા સુધીની છૂટ છે. આ ઓફર તનૈરા જેના માટે જાણીતી છે તે સમૃદ્ધતા અને શુદ્ધતાનો અનુભવ કરવા ઉપરાંત વધારાનો લાભ આપે છે. પ્રમાણિકપણે મેળવાયેલી હાથશાળની પ્રોડક્ટ્સની વિશાળ વેરાઇટી અને દરેક પીસમાં શુદ્ધતા તથા ગુણવત્તા આપવાના અમારા વચન સાથે અમારો ઉદ્દેશ આ અનુભવને અમારા માનવંતા ગ્રાહકો માટે ખરેખર વિશેષ બનાવવાનો છે.બનારસી, કાંજીવરમ, જામદાનીથી માંડીને તસર સુધી બ્રાન્ડની પ્રોડક્ટ્સ ભારતના વણાટકામના વારસાને જાળવી રાખનારા કારીગરોને નમન છે. દરેક તનૈરા સ્ટોર સાડીઓ પ્રત્યે પ્રેમ ધરાવતા લોકો માટે સ્વર્ગ બની રહે તે પ્રકારે બનાવાયો છે જે એક જ છત હેઠળ વેડિંગ ઝોન, ફેસ્ટિવ એડિટ કોર્નર્સ અને રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ ધરાવે છે. ગ્રાહકો પ્યોર સિલ્ક, કોટન ઇકત, કોટા ડોરિયા, ચંદેરી અને મહેશ્વરી, સાઉથ સિલ્ક, સાંબલપુરી અને વિગન કલેક્શન જેવા અન્ય વણાટ સમૂહોનું પ્રભાવશાળી કલેક્શન પણ જોઈ શકે છે. ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધ તનૈરા વાસ્તવિક કારીગરીના પ્રતીક રૂપે પ્યોર ઝરી કાંજીવરમ માટેનું સર્ટિફિકેશન પણ આપે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક પીસ ભારતના સમૃદ્ધ કાપડ વારસાની ઊજવણી કરે.ગ્રાહકો અમદાવાદમાં રાજહંસ સોસાયટીના તનૈરા શોરૂમ ખાતે આ ઓફરનો લાભ લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here