પાલનપુરઃ બનાસકાંઠાના દાતા તાલુકાના ગાજીપુર ગામે ખેડુત પર રીંછે હુલો કરતા ખેડુતને લોહી-લૂહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અમીરગઢના ખેમરાજિયામાં દીપડાએ એક જ પરિવારના ત્રણ લોકો પર એકાએક હુમલો કરી દીધો હતો. જેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દીપડાએ ઘરે આવીને અચાનક એક પરિવાર પર તૂટી પડયો હતો. આ બન્ને બનાવની વન વિભાગે નોંધ લઈને કાર્યવાહી હાથ ધરી છે.

દાંતા તાલુકાના ગાજીપુર ગામમા રીંછે ખેડૂત પર હુમલો કરતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે. રીંછે ખેડૂતને દાઢી,ગળા,પીઠ અને માથા પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો..રીંછના હુમલાના પગલે લોકો ખેતરમાં જતા ડરી રહ્યા છે. દાંતા અને અને તેની આસપાસના વિસ્તારોમાં રીંછના આંટાફેરા વધી રહ્યા છે. રીંછે હુમલો કર્યા બાદ ખેડૂતને તાબડતોબ પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો.

જ્યારે અમીરગઢના ખેમરાજિયામાં દીપડાએ એક જ પરિવારના ત્રણ લોકો પર એકાએક હુમલો કરી દીધો હતો. જેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દીપડાએ ઘરે આવીને અચાનક એક પરિવાર પર તૂટી પડયો હતો.  ઈજાગ્રસ્ત ત્રણ લોકોને 108થી સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ચારેય લોકો પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સ્થાનિક લોકોમાં રીંછ તેમજ દીપડાને લઈ ભયનો માહોલ છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતા પૂર્વ રેન્જના પીઠ ગામના જગદીશભાઈ હીરાભાઈ ચુડલીયા (ઉમર વર્ષ 35) ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે રીંછે એકાએક હુમલો કરતાં બૂમાબૂમ કરી દીધી હતી.રીંછે ખેડૂતની દાઢી,ગળા, પીઠ અને માથા પર તરાપ મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા.હુમલો કરી રીંછ નજીકના જંગલ તરફ નાસી ગયું હતુ. ઘટનાની જાણ થતાં દાંતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચ્યો હતો.ઇજાગ્રસ્તને પહેલા દાંતા આરોગ્ય કેન્દ્ર અને પછી પાલનપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.વન વિભાગના કર્મીઓએ તેમને પરિવાર સાથે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here