જામનગરઃ ગુજરાતમાં અનેક વિદેશી પક્ષિઓ વિહાર કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં મુકામ કરતા હોય છે. જેમાં આમુર ફાલ્કન નામના પક્ષિઓ નોર્થ ઈસ્ટ એશિયાથી અરેબિયન સમુદ્ર પાર કરીને ગુજરાતના સાગરકાંઠે આવતા હોય છે. આમુર ફાલ્કન નામના પક્ષિઓ એક વર્ષમાં 22 હજારથી વધુ કિમીની સફર કરે છે. આ પક્ષીનો અભ્યાસ કરવા માટે રાજયમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી,ગુજરાત દ્વારા આમુર વોચ 2025 નામનું વિશાળ નાગરીક વિજ્ઞાન અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.તા.23 એપ્રિલથી લઇને 29 એપ્રિલ સુધી ગુજરાતના 1600 કિમીના દરીયા કાઠે ફરીને 300 થી વધુ પક્ષી પ્રેમીઓએ આમુર ફાલ્કનનો અભ્યાસ કર્યો હતો.

ગુજરાત ઘટાટોપ જંગલો, ડુંગરો અને દરીયા કિનારો,રણ જેવી સમૃધ્ધતા ધરાવતો પ્રદેશ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં જુદી જુદી જાતના વિદેશી પક્ષીઓ આવે છે.ત્યારે હજારો કિમીનો પ્રવાસ કરીને નોર્થ ઇસ્ટ એશિયાથી સાઉથ આફ્રિકા સુધી અને અરેબીયન સમુદ્રને પાર કરીને ભારત આવતુ નાનુ પણ તાકાત વાળુ પક્ષી આમુર ફાલ્કન એપ્રિલ મહિનામાં ગુજરાતના દરીયા કાઠે દેખાતુ હોય છે.ત્યારે ગુજરાતના 1600 કિમી દરીયાનો કાઠો ખુંદીન 300 થી વધુ પક્ષી પ્રેમીઓએ આ આમુર ફાલ્કન વિશે અભ્યાસ કરીને ઇતિહાસ સર્જયો છે.

ગુજરાતના પક્ષી પ્રેમીઓ ખાસ કરીને વિદેશથી આવતા પક્ષિઓ વિશે અવાર નવાર સંશોધનો કરતા હોય છે.પક્ષીઓના ખાનપાનની સાથે રહેણી,ઉડવાની ક્ષમતા તથા જીવન શૈલીનો અભ્યાસ કરતા હોય છે. ત્યારે આવા જ એક આમુર ફાલ્કન નામના પક્ષીઓ ગુજરાતના કચ્છ, જામનગર, દીવ, સોમનાથ, નવસારી, વલસાડ અને દમણ સહિત 11 દરીયાકાઠાંના જિલ્લાઓમાં એપ્રિલ મહિનામાં આવે છે. આ પક્ષીનો અભ્યાસ કરવા માટે રાજયમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી,ગુજરાત દ્વારા આમુર વોચ 2025 નામનું વિશાળ નાગરીક વિજ્ઞાન અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.તા.23 એપ્રિલથી લઇને 29 એપ્રિલ સુધી ગુજરાતના 1600 કિમીના દરીયા કાઠે ફરીને 300 થી વધુ પક્ષી પ્રેમીઓએ આમુર ફાલ્કનનો અભ્યાસ કર્યો હતો. જેમાં સૌથી વધુ 47 પક્ષીઓ નોંધવામાં આવ્યા હતા. આમુર ફાલ્કન પક્ષી મુળ ચીન અને રશીયા વચ્ચે આવેલા આમુર લેન્ડના વતની છે.અને આથી તે આમુરના નામથી ઓળખાય છે.આ પક્ષી એક વર્ષમાં 22 હજારથી વધુ કિમીની સફર કરે છે. સીડયુલ વનમાં આવતુ આમુર પક્ષી આમુર લેન્ડથી ફરતા ફરતા તેઓ નાગાલેન્ડ આવે છે.જયાથી પક્ષીઓ અલગ અલગ થઇને ગુજરાતના દરીયા કાઠે આવે છે.અહીયા થોડો સમય રોકાઇને પાછા દરીયાઇ માર્ગે વતન જતા રહે છે.દરીયામાં કઇ દિશામાં જવુ,પવન હોય તો કેવી રીતે દિશા બદલવી આ તમામ બાબતોમાં પક્ષીઓ ખુબ જાણકાર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here