થરાદઃ રાજ્યમાં હાઈવે પર પૂર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે  થરાદ-ઢીમા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ઢીમાથી થરાદ તરફ જતી અલ્ટો કાર અને થરાદથી ઢીમા તરફ આવતી ઇકો કાર સામસામે અથડાતા અલ્ટોકારના ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ડીસાના ભોપાનગર ફાટક નજીક શનિવારે સવારે એક મહિલાનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું છે. મૃતક મહિલાની ઓળખ સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહેવાસી આશાબેન કિરણભાઈ પરમાર (27) તરીકે થઈ છે. આશાબેન ત્રણ નાના બાળકોની માતા હતા. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ઢીમાથી થરાદ તરફ જતી અલ્ટો કાર અને થરાદથી ઢીમા તરફ આવતી ઇકો કાર સામસામે અથડાતા અક્સ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં અલ્ટો કારના ચાલક ધર્મેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  મૃતક 29 વર્ષીય ધર્મેશભાઈ રાજસ્થાનના ફતેપુરા શિખર જિલ્લાના રહેવાસી હતા અને ટાઇલ્સ ફિટિંગના ઠેકેદાર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પહેલીવાર ઢીમા સાઈડ જોવા આવ્યા હતા. જ્યારે ઇકો ગાડીના ચાલક ગોવિંદભાઈને ઈજાઓ થતાં, પ્રથમ નડેશ્વરી હોસ્પિટલમાં અને ત્યારબાદ ગઢવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.  ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવની વિગતો એવી છે કે, ડીસાના ભોપાનગર ફાટક નજીક શનિવારે સવારે એક મહિલાનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતુ. મૃતક મહિલાની ઓળખ સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહેવાસી આશાબેન કિરણભાઈ પરમાર (27) તરીકે થઈ છે  પોલીસ દ્વારા આ ઘટના દુર્ઘટના હતી કે આત્મહત્યા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.. તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગેની ચોક્કસ માહિતી બહાર આવશે. આશાબેનના અચાનક અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના ત્રણ નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મૃતકના પરિવારજનો અને ગ્રામજનો શોક વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here