થરાદઃ વાવ,સુઈગામ સરહદી વાવ સુઈગામ અને થરાદ તાલુકામાં આવેલી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાતા વાવેતર કરેલા જુવાર, બાજરી તેમજ ઘાસચારાના પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં સુઈગામ તાલુકાના ગોલપ, નેસડા, જેલાણા, રડોસન, મેઘપુરા અને પાડણ ભરડવા ગામના ખેડૂતો ઉનાળુ પાક માટે પાણીની તાતી જરૂરિયાત વચ્ચે મુશ્કેલીમાં મુકાયા છે. બ્રાન્ચ કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા છેલ્લા 20 થી 30 દિવસથી પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે ઘાસ, જુવાર, બાજરી જેવા પાકો સુકાઈ રહ્યા છે. પશુઓ માટે ઘાસચારાની પણ ભારે અછત સર્જાઈ છે.

જિલ્લાના વાવ, સુઈગામ સરહદી વાવ સુઈગામ અને થરાદ તાલુકામાં આવેલી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાતા વાવેતર કરેલા જુવાર, બાજરી તેમજ ઘાસચારાના પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ખેડૂતો સાથે મળી વાવના મામલતદારને આવેદનપત્ર આપી પાણી છોડવાની માંગ કરી હતી તેમજ આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. સરહદી પંથકમાં આવેલી કેનાલોમાં 31 માર્ચના રોજ સિંચાઈના પાણી બંધ કરાતા ખેડૂતોએ વાવેતર કરેલા ઉનાળુ જુવાર બાજરી તેમજ ઘાસચારાનો પાક બળી જાય તેમ હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ નુકસાન વેઠવાનો વારો આવતા રાષ્ટ્રીય કિસાન સંગઠનના પ્રમુખ રામસિંગભાઈ ગોહિલ સહિત ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર વાવ મામલતદારને આપ્યું હતું

સુઈગામ તાલુકાના ખેડૂતોની આ સમસ્યા અંગે ગોલપ નેસડા પૂર્વ સરપંચ વિક્રમભાઈ રાજપુત અને અન્ય ગ્રામજનો સાથે મળીને સોમવારે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રડોસન અને પાડણ ડિસ્ટ્રીકટની કેનાલો પણ બંધ છે. જેના કારણે પીવાનું પાણી અને સિંચાઈ બંને માટે ગ્રામજનો મુશ્કેલીમાં છે. ખેડૂતોની માંગ છે કે, રાજ્ય સરકાર તાત્કાલિક કેનાલોમાં પાણી છોડે. જેથી ઉનાળાના પાક બચી શકે અને પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ થઈ શકે. સરકાર તરફથી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here