અમદાવાદઃ અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આજે 6 એપ્રિલના રોજ રામનવમીના દિવસે ભગવાનના મામેરા માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળી અને એક દીકરીના હાથે ડ્રો કરવામાં આવ્યો હતો.જેમા સરસપુર ખાતે ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો છે.

ચાલુ વર્ષે ડ્રોમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેવાસી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને યજમાન બનવાનો મોકો મળ્યો છે. 148મી રથયાત્રામાં મામેરુ કરવા માટે 6 જેટલા યજમાનો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા હતા.ત્યારે વર્ષ 2031 સુધી ભગવાનના મામેરા માટેનું અત્યારથી એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here