અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પત્રકારત્વ વિભાગના (MMCJ)સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે તારીખ 04 એપ્રિલ 2025ના રોજ  ‘પપેટ વર્કશોપ’માં ફાઈનલ પ્રફોમંસનું આયોજન થયું હતું. “10th બોલે તો..” શિર્ષક હેઠળ યોજવામાં આવેલા પપેટરી વર્કશોપમાં ચિરાગભાઈ પરીખ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પપેટ શોના ઉદભવ, કારણો અને સામાજીક અસરો વિશે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. સાથે જ આ પપેટરીના વરિષ્ઠ કલાકાર એવા રમેશ રાવલ (દાદા) દ્વારા પપેટ કેવી રીતે બને અને કાર્ય કરે તે વિશે સમજ આપવામાં આવી હતી.

પ્રત્યાયન અને સંદેશની પ્રાચીન કલા પપેટ શોની વિસરાતી કળાથી પત્રકારત્વના વિદ્યાર્થીઓ અવગત થાય તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા પપેટરી વર્કશોપનું આયોજન થયું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહ સાથે જોડાયા હતા અને પ્રાચીન કળાથી અવગત થયા હતા. મહત્વની વાત છે કે આ વર્કશોપમાં પપેટ શો મારફતે વિવિધ પરીક્ષાઓમાં સારા માર્કસ મેળવવાના નામે બાળકો પર વાલી દ્વારા સર્જવામાં આવતા દબાણને દૂર કરવા અને વિદ્યાર્થીને આવા દબાણથી વશ નહીં થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here