પીવી સિંધુના લગ્ન વેંકટ દત્તા સાઈઃ ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ લગ્ન કરી લીધા છે. આ લગ્ન રાજસ્થાનના ઉદયપુરના એક લક્ઝરી રિસોર્ટમાં થયા હતા. સિંધુના લગ્નની પહેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પીવી સિંધુએ બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા. લગ્ન હિંદુ રીતિ-રિવાજ સાથે કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જેવા અગ્રણી લોકોએ પણ હાજરી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.
વેડિંગ વેન્યુઃ આ ભવ્ય લગ્નનું આયોજન હોટેલ રેફલ્સ, ઉદયપુર ખાતે કરવામાં આવ્યું હતું. લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને પસંદગીના મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.