અમદાવાદ, 31 માર્ચ 2025: અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વિશ્વકપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા અને ઈવેન્ટનું ઉદઘાટન કર્યું. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રીજનલ ઈવેન્ટનું આયોજન કર્યું. ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા તરવૈયાઓએ તેમાં ભાગ લીધો.

ISSO વિદ્યાર્થીઓને વિવિધ રમતગમતમાં સ્પર્ધા કરવાની તક પૂરી પાડે છે અને ખેલાડીઓમાં રમતગમતની ભાવના અને ટીમવર્કને પ્રોત્સાહન આપે છે. સમગ્ર દેશમાં યોજાતા આવી સ્પર્ધાઓ દ્વારા ISSO ભારતના ગ્રાસરૂટ રમતગમત વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ISSO રીજનલ ઈવેન્ટમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે કુલ 106 મેડલ જીત્યા, જેમાં 19 ગોલ્ડ (વ્યક્તિગત), 36 ગોલ્ડ (રિલે), 22 સિલ્વર (વ્યક્તિગત), 8 સિલ્વર (રિલે), અને 21 બ્રોન્ઝ (વ્યક્તિગત) મેડલનો સમાવેશ થાય છે, અને કુલ 284 પોઈન્ટ સાથે ઓવરઓલ ચેમ્પિયન બની.

કપિલ દેવએ તેમની મુલાકાત વિશે કહ્યું, “મારે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ISSO સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપના ઉદઘાટનનો ભાગ બનવાનો આનંદ થયો. અહીંની રમતગમતની સુવિધાઓ અદ્ભુત છે અને સ્કૂલ જે રીતે શહેરમાં એક મજબૂત રમતગમત સંસ્કૃતિ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે, તે જોઇને હર્ષ થાય છે. આવા પ્રયાસો ભારતમાં ભવિષ્યના ચેમ્પિયન્સ ઊભા કરવામાં મદદરૂપ થશે. અદાણી પરિવારને અભિનંદન અને ભારતીય રમતગમત માટે તેમની અમૂલ્ય યોગદાન માટે શુભકામનાઓ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here