અગ્રણી બિલ્ડીંગ મટિરિયલ્સ કંપનીઓમાંની એક, જેકે સિમેન્ટ લિમિટેડે ગુજરાતના કચ્છના લખપત તાલુકાના પુનરાજપુરમાં આગામી 40 વર્ષ માટે 250 મિલિયન ટન (MnT) ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચૂનાના પત્થરોના અનામત જથ્થા માટે સફળ બિડની જાહેરાત કરી છે, આ માટેની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) દ્વારા મૂકવામાં આવી હતી. જેકે સિમેન્ટ માટે આ એક વ્યૂહાત્મક સીમાચિહ્ન છે તેમજ ગુજરાતમાં તેના વિકાસના માર્ગ અને કામગીરીની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે.આ પહેલ અંગે જેકે સિમેન્ટ લિમીટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ – ગ્રુપ સ્ટ્રેટેજી એન્ડ ન્યુ બિઝનેસ ડેવલપમેન્ટ, શ્રી અમિત કોઠારીએ જણાવ્યું હતું કે “લખપત લાઇમસ્ટોન બ્લોક માટેની સફળ બિડ ગુજરાતમાં વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા માટે અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર અમારા સંસાધનના આધારને જ મજબૂત નથી બનાવતી, પરંતુ ઉચ્ચ-ગુણવત્તાવાળા સિમેન્ટના ઉત્પાદન માટે પ્રીમિયમ કાચા માલના સતત પુરવઠાને સુનિશ્ચિત કરવા પર અમારા ધ્યાનને પણ પ્રકાશિત કરે છે. વધુમાં, આ સીમાચિહ્ન ટકાઉ વિકાસના અમારા વિઝન સાથે સંરેખિત છે, જે અમને ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને આર્થિક વૃદ્ધિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સક્ષમ બનાવે છે.”લાઇમસ્ટોન બ્લોકની વ્યૂહાત્મક ભાગીદારી લાંબા ગાળાની સંસાધન સુરક્ષા માટે જેકે સિમેન્ટની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. અનામત જથ્થો ઉચ્ચ-ગુણવત્તાવાળા ચૂનાના પત્થરના સતત પુરવઠાની બાંયધરી આપે છે, જે જેકે સિમેન્ટને નજીકના ભવિષ્યમાં પશ્ચિમના બજારમાં તેની હાજરીને મજબૂત કરવા માટે સક્ષમ બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here