અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. અને 6ઠ્ઠી નવેમ્બરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જ્યારે માધ્યમિક શાળાઓમાં આગામી 16મી ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. અને 5મી નવેમ્બરથી નવા શૈક્ષમિક સત્રનો પ્રારંભ થશે.

રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. માધ્યમિક શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી જ્યારે પ્રાથમિક શાળાઓમાં 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી રજાઓ રહેશે. ગુજરાતમાં શાળાકીય પ્રવૃતિ માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિઓ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9થી 12ની પ્રિલિમ/બીજી પરીક્ષા 16થી 24મી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. ધોરણ 10-12 બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષા 30મી જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 5થી 13મી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજવામાં આવશે. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 26મી ફેબ્રુઆરીથી 16મી માર્ચ વચ્ચે યોજાશે. ધોરણ 9-11ની વાર્ષિક પરીક્ષા 9થી 20મી એપ્રિલ વચ્ચે યોજાશે. પ્રથમ સત્રમાં 105 કાર્ય દિવસો રહેશે.

શૈક્ષણિક વર્ષ દરમિયાન 15 જાહેર રજાઓ અને 9 સ્થાનિક રજાઓ રહેશે.દિવાળી વેકેશન 21 દિવસનું 16 ઑક્ટોબરથી 5 નવેમ્બરનું રહેશે. દ્વિતિય સત્ર 144 દિવસનું 6 નવેમ્બરથી 3 મે સુધી રહેશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. ઉનાળુ વેકેશન 4 મેથી 7 જૂન સુધીનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here