ગુરુવારે શેરબજારમાં નબળી શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા હતા. સવારે 9.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 99.82 પોઈન્ટ ઘટીને 76,305 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 44.20 પોઈન્ટના ઘટાડા સાથે 23,111 પોઈન્ટ પર ખુલ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, રોકાણકારો આજે HDFC બેન્ક અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ના ત્રીજા ત્રિમાસિક પરિણામો પર પ્રતિક્રિયા આપશે અને ગુરુવારે આવનાર અન્ય કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર નજર રાખશે.
શેરબજારમાં ઘટાડો
નોંધનીય છે કે બુધવારે બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે બંધ થયા હતા. એચડીએફસી બેંકના ત્રીજા ક્વાર્ટરના ડેટાએ ખાનગી બેંકોના શેરોમાં તેજી દર્શાવી છે. આઈટી શેરમાં તેજીથી બજારને પણ સપોર્ટ મળ્યો હતો.
22 જાન્યુઆરીએ બજારની સ્થિતિ
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 22મી જાન્યુઆરીએ ભારે વધઘટ પછી તેજી સાથે બંધ થયા હતા. ટેક્નોલોજી શેરોમાં મજબૂતાઈને કારણે બજાર આજે સાત મહિનાના તળિયેથી સુધર્યું હતું. જો કે, વ્યાપક બજાર સૂચકાંકો ઘણા પાછળ છે. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1 ટકાથી વધુ તૂટ્યા છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ (0.75 ટકા) વધીને 76,404 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ વધીને 23,155 પર બંધ રહ્યો હતો.