શહેરના નિકોલ વિસ્તાર મા ધ દયાવાન પાર્ટી પ્લોટ (સાવલિયા વાડી
બેન્કવેટ) ખાતે પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ પ્રેઝન્ટ્સ – માં અંબાનું આગમન મહોત્સવનું આયોજનકરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોકગાયક રાજ ગઢવી નો ડાયરો યોજાયો હતો. કાર્યક્રમમાં શ્રી અસિતભાઈવોરા (ભૂતપૂર્વ મેયર
અને ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન), ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ભાવિનીબેન જાની,લોકગાયિકા ખુશ્બુબેન આસોડિયા, જૈમિનીબેન લિંબાચિયા, ગ્રીષ્માબેન પંચાલ, વર્ષાબેન વણઝારા, માનશીબેન દવે, મયુરીબેન શ્રીમાળી તથા લોકગાયક પાર્થભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના
અગ્રણી ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવી લીધો હતો. તેમજ પાર્શ્વ જ્વેલરી હાઉસ, કાકા પીવીસી, edutech era, અને અમદાવાદ ફિલ્મ સિટી ના સભ્યોએ પણ હાજરી આપી હતી. ડાયરાની સાથે મહા આરતી યોજાઈ હતી. આવનારી નવરાત્રી પ્રસંગે પૂર્વ અમદાવાદમાં થનારી સૌથી મોટી નવરાત્રી તરીકે અંબાજી ધામ જેવી થીમ તૈયાર થવાની જાહેરાત પણ આ અવસર પર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દાંડીયા ધમાલ છેલ્લા ૯ વર્ષથી એક જ સ્થળે સતત યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજનશ્રી દેવાંગભાઈ ભટ્ટ (Mzone Event), શ્રી યોગેશભાઈ રામી (Yorami Events), શ્રી મિતેશભાઈ માલધારી(Maldhari Corporation) અને શ્રી આદિત્યભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકો છેલ્લા ૨૫ વર્ષથીરાજ્યભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું સફળ આયોજન કરતા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here