વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી તેઓ રોડ શો માટે રવાના થશે અને ત્યાંથી નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે તેમની જંગી સભા યોજાવાની છે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ હાલ અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. તેમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ રોડ શો વાળા સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુરતાથી ઊભા છે. રોડ શો યોજાયા બાદ તેઓ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જવાના છે. જ્યાં તેમની જંગી સભા યોજાવાની છે.
PM મોદીની આ ગુજરાત વિઝીટ આગામી દિવસોમાં ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. સૂત્રોના હવાલે ખબર એ છે કે, વડાપ્રધાન પાંચ કલાકનો વિશેષ રાજકીય ક્લાસ લેશે, જેમાં રાજ્યના શહેર અને જિલ્લા સ્તરના પ્રમુખો અને પ્રવક્તાઓને સીધું માર્ગદર્શન આપવામાં આવશે. 26મી ઓગસ્ટની સવારે વડાપ્રધાન સૌ પ્રથમ તમામ શહેરોના ભાજપ પ્રવક્તાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં પાર્ટીની ભવિષ્યની વ્યૂહરચના, શૈક્ષણિક અને સામાજિક યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના માર્ગો અને દરેક કાર્યકર માટેની જવાબદારીઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.એરપોર્ટથી વડાપ્રધાનનો કાફલો ઇન્દિરા બ્રિજ માર્ગે નરોડા પહોંચશે, જ્યાં હરીદર્શન સર્કલથી યુનિયન બેંક ચાર રસ્તા અને મેંગો થિયેટર ચાર રસ્તા થઈને ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે. અંદાજે દોઢ કિલોમીટર લાંબા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા