અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નળસરોવર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બન્ને બાઈકચાલકોના મોત નિપજ્યા હતા. આ ભનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને બન્ને મૃતકોની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  વિરમગામના નળસરોવર રોડ પર કુમારખાણ ગામ નજીક બે બાઇક ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ચાલકના મોત નિપજ્યાં હતા. પોલીસે બંને યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. બન્ને બાઈક ઓવરસ્પિડમાં સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં નિતીન ગોવિંદભાઇ ડાભી (ઉ.વ.18, રહે.કુમારખાણ ગામ) અને વિષ્ણુ હિંમતભાઇ મેર (ઉ.વ 19, રહે.કમિજલા ગામ)નું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિરમગામ-નળસરોવર પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વિરમગામ અને નળ સરોવર રોડ પર છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોથી અવરજવર તેમજ બેફામ ચાલતા વાહનોને લઈને અકસ્માતોની સંખ્યા વધી છે. સાંકડા અને જર્જરિત રસ્તાને લઈને વારંવાર સર્જાતા અકસ્માતને લઈને નળકાંઠાના ગ્રામજનો પર ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here