અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.

સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે.જ્યારે ભારત 22 થી 30 નવેમ્બર દરમિયાન આયોજિત AFC U-17 એશિયન કપ 2026 ક્વૉલિફાયરના સાત યજમાન દેશમાંથી એક છે. ભારતમાં આયોજિત તમામ મૅચ અમદાવાદના ટ્રાન્સ-સ્ટેડીયા ધ અરેના ખાતે યોજાશે. આ ઉપરાંત વર્ષ 2029માં રાજ્યમાં વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સનું પણ આયોજન કરાયું છે. વર્ષ 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ અને આર્ચરી એશિયા પેરા કપ-વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન પણ અમદાવાદમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here