રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના ત્રણ મૃતદેહ મળ્યા હતાં.હજુ 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતાં, 11 માછીમારો લાપતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં 3 દિવસ પહેલાં 3 ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી, જેમાં 11 માછીમારો હજુ પણ લાપતા છે, જેમને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ સતત કામ કરી રહી છે. આ વચ્ચે કોસ્ટગાર્ડને 3 મૃતદેહો મળી આવ્યા છે.
જાફરાબાદ દરિયામાંથી 33 નોટીકલ માઈલ દુર 3 મૃતદેહ મળી હોવાના એહવાલો છે. જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા થયા હતા. માછીમારોના 3 મૃતદેહ મળી આવતા માછીમારોમાં માતમ છવાયો છે. કોસ્ટગાર્ડ દ્વારા મૃતદેહોને દરિયાકિનારે લઈ આવવા કવાયત હાથ ઘરવામાં આવી છે.
જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આવતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત ફરવાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશ મળતા 500થી વધુ બોટ દરિયામાંથી કિનારે પરત ફરી હતી. જોકે, આ દરમિયાન જાફરાબાદની 2 અને રાજપરાની 1 બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 17 માછીમારોને બચાવી લેવાયા હતા, જ્યારે 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ 8 માછીમારો હજુ પણ લાપતા છે. આ લાપતા માછીમારોને શોધવા માટે છેલ્લા 48 કલાકથી કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે.