કોલકાતા: કોલકાતાના પ્રખ્યાત આરજી કાર રેપ-મર્ડર કેસમાં સંજય રોયને આજે સજા સંભળાવવામાં આવશે. નોંધનીય છે કે સંજય રોયને 18 જાન્યુઆરીએ સિયાલદહ કોર્ટે મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. સંજય રોયને BNSની કલમ 64, 66 અને 103 (1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

શું છે આરજી કર રેપ અને મર્ડર કેસ?

9 ઓગસ્ટ, 2024 ના રોજ, હોસ્પિટલના કોન્ફરન્સ રૂમમાંથી 31 વર્ષીય મહિલા તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં સામે આવ્યું કે ડોક્ટર પર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. આ ઘટના સામે ડોક્ટરોએ લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેસની સુનાવણી 12 નવેમ્બરે બંધ રૂમમાં શરૂ થઈ હતી. કુલ 50 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને સુનાવણી 9 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોય હતો. 9 ઓગસ્ટે બનેલી ઘટના બાદ પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોયની ધરપકડ કરી હતી. પીડિતાના મૃતદેહ પાસે મળેલા બ્લૂટૂથ ઇયરફોનના આધારે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી, કારણ કે સીસીટીવી કેમેરા ફૂટેજમાં સંજય રોય તેના ગળામાં ઉપકરણ લટકાવીને સેમિનાર હોલમાં પ્રવેશતો દેખાતો હતો.

કોર્ટ દ્વારા દોષિત જાહેર થયા બાદ સંજયે શું કહ્યું?

18 જાન્યુઆરીએ જ્યારે કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યો ત્યારે સંજય રોયે કહ્યું કે તે નિર્દોષ છે. સંજય રોયે કહ્યું કે જો તેણે ગુનો કર્યો હોત તો તેની રુદ્રાક્ષની માળા ગુનાના સ્થળેથી મળી આવી હોત. પશ્ચિમ બંગાળ પોલીસમાં સ્વયંસેવક તરીકે કામ કરતા સંજય રોયે કહ્યું કે તેને ડોક્ટરના બળાત્કાર અને હત્યાના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. સંજય રોય હોસ્પિટલના સેમિનાર હોલ પાસે જ્યાં ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી તેની પાસે ફરતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો. તેમણે શનિવારે દાવો કર્યો હતો કે ગુનાના સાચા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here