ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ સિનેમા અને સ્ટોરીટેલિંગની ભારતની સૌથી આઇકોનિક ઉજવણીઓ પૈકીની એક એવા સ્ક્રીન એવોર્ડ્સ 2025ને યુટ્યૂબ પર રજૂઆતની નવેસરથી કલ્પનાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.આ કંઈ વધુ એક એવોર્ડ્સ શૉ નથી. સ્ક્રીન એવોર્ડ્સ 2025 સંપાદકીય વિશ્વસનીયતા, સાંસ્કૃતિક વારસો અને ડિજિટલ પહોંચનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના જર્નાલિઝમ-ફર્સ્ટ સિદ્ધાંતો દ્વારા સમર્થિત આ એવોર્ડ્સ પ્રમાણિકતા અને મેરિટ પર આધારિત છે. વિજેતાઓને સ્ક્રીન એકેડમી દ્વારા પસંદ કરવામાં આવે છે જે સાચી ઉત્કૃષ્ટતાને માન્યતા આપવા માટે પ્રતિબદ્ધ જાણીતા ફિલ્મનિર્માતાઓ, કલાકારો અને સાંસ્કૃતિક હસ્તીઓની સ્વતંત્ર, બિન-નફાકારી સંસ્થા છે.ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતીય સિનેમા એક એવા સ્ટેજની હકદાર છે જે કલેક્શન્સ કરતાં ક્રિએટિવિટીની ઉજવણી કરે. અમારા સ્ટોરીટેલર્સ 1.4 અબજ સ્વપ્નોનું પ્રતિનિધિત્વ કરે છે જેના મૂળિયા પરંપરામાં રહેલા છે અને એક રોમાંચક ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. આ એવોર્ડ એ ભાવનાને સન્માનિત કરશે અને ભારતના સૌથી બોલ્ડ, સૌથી ઓરિજિનલ વોઇસ પર પ્રકાશ પાડશે. આ સાહસમાં યુટ્યૂબે અમારા જેટલો જ ઉત્સાહ દર્શાવ્યો તેનાથી અમે રોમાંચિત છીએ.કન્ટેન્ટ અને ફોર્મેટમાં ડિજિટલ ફર્સ્ટ અભિગમ લેતા સ્ક્રીન એવોર્ડ્સ યુટ્યૂબ પર સ્ટ્રીમ થશે જે વિશ્વભરના દર્શકોને ઓપન એક્સેસ આપશે. પહેલી જ વાર બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ યુટ્યૂબના સૌથી પ્રભાવશાળી ક્રિએટર્સ સાથે ચમકશે જેઓ રેડ કાર્પેટથી પડદા પાછળની વાર્તાના દ્રશ્યો, કન્ટેન્ટ આધારિત સ્ટોરીટેલિંગ અને ફેન એન્ગેજમેન્ટ સુધી ત્રણ મહિના લાંબા ફેસ્ટિવલના દરેક પાસાંને આવરી લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here