મીશો મોલે ભારતમાં પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે
મેરિકો સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી મેરિકોની વિશ્વસનીય બ્રાન્ડ્સ જેમ કે પેરાશૂટ એડવાન્સ્ડ, પેરાશૂટ એડવાન્સ્ડ બેબી, લિવોન, કાયા, બાયો ઓઇલ અને સેટ વેટ મીશો પ્લેટફોર્મ પર ટાયર 2 અને તેનાથી આગળના ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ છે. મીશો અને મેરિકો વચ્ચેની આ ભાગીદારી ભારતમાં પરિવારોને પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સની વિશાળ પસંદગી પૂરી પાડવાના મીશો અને મેરિકોના ઉદ્દેશ્ય સાથે સુસંગત છે. મેરિકોના આ પોર્ટફોલિયોએ મીશો મોલ પર પર્સનલ કેર, આરોગ્ય અને વેલનેસ શ્રેણીઓને મજબૂત બનાવી છે. મીશો મોલ પર મેરિકોના લોન્ચના એક મહિનાની અંદર, લખનૌ, કોચી, સુરત અને ગુવાહાટી જેવા શહેરોમાં હેર સીરમ, હેર ઓઇલ અને ડેઇલી ગ્રુમિંગ પ્રોડક્ટ્સની માંગમાં વધારો થયો છે. મીશો મોલના મોટાભાગના ગ્રાહકો ટાયર 2+શહેરોમાંથી છે, જે આ નાના શહેરોમાં પોસાય તેવા ઉત્પાદનોની વધતી માંગ દર્શાવે છે. ભવિષ્યમાં, મીશો વધુ બ્રાન્ડ્સ ઉમેરીને તેના પોર્ટફોલિયો અને ઉત્પાદન સંગ્રહનો વિસ્તાર કરશે. મીશો પર સસ્તા નાના પેક અને ક્યુરેટેડ કોમ્બો રજૂ કરવામાં આવશે. ટાયર 2+ શહેરોમાં મજબૂત પકડ સાથે, મીશો ભારતમાં વિસ્તરણ ચાલુ
રાખવા અને ગ્રાહકો સાથે મજબૂત સંબંધો બનાવવાનો હેતુ ધરાવે છે.