ભારતના વૈવિધ્યપૂર્ણ સંગીત વારસાની ઉજવણી કરતા મંચ કોક સ્ટુડિયો ભારતે
સીઝન 3ના તેના પાંચમા ગીત અર્ઝ કિયા હૈ સાથે પુનરાગમન કર્યું છે, જે ગીત ભારતના સૌથી વહાલા ગાયક- ગીતકારમાંથી એક અનુવ જૈનના કંઠે સાંભળવા મળશે. ખુદ જૈનની સંકલ્પના, લેખન, કમ્પોઝ અને પરફોર્મ કરેલું આ ગીત પ્રેમ, દૂરી અને અકથિત ભાવનાઓની શાંત પીડા પર નાજુક પ્રતિબિંબ પાડે છે. તેની લાક્ષણિક હૃદયસ્પર્શી વાર્તાકથન સાથે અનુવ જૈને એવો અવાજ આપ્યો છે, જે વાટ જોવાની, શાંતિનો ભાર અને નિર્બળતાઓની સુંદરતાની ખૂબીઓને મઢી લીધી છે. અર્ઝ કિયા હૈ પ્રેમાળ વાર્તાલાપ જેવું ગીત છે, જેમાં વાટ જોવાનું કવિતામાં ફેરવાય છે અને ભાવનાઓ દરેક થોભવામાં
કંડારાય છે. સાદગીપૂર્ણ છતાં રોચક બોલ થકી આ ગીત સમયમાં ઝૂલતા પ્રેમનું ચિત્ર રંગે છે, જેમાં ઉત્તરોની તલાશ કરતી આંખો, અકથિત રહી ગયેલા શબ્દો અને હૃદયને ધડકતું રાખતી પવિત્ર આશાનો સમાવેશ થાય છે. ભારતીય ઈલેક્ટ્રોનિક બેલડી લોસ્ટ સ્ટોરીઝ (ઋષભ જોશી) ઊંડાણમાં વધુ એક લેયર જોડે છે, જેનું નાજુક નિર્માણ અને કર્ણપ્રિય
હાર્મોનિકા ગીતમાં પવિત્ર ટેક્સ્ચરનો પ્રાણ ભરે છે. ચોમાસાના નાજુક અવસરની પાર્શ્વભૂ સાથે આ હિંદી બેલાડ ભારતના કાવ્યાત્મક વારસાનું સ્વર્ગ પણ છે. અનુવ નમ્રતાથી તેની ગિટારના તાર છેડે છે ત્યારે કોક સ્ટુડિયો ભારત આકર્ષક વિઝ્યુઅલ્સ અને સાઉન્ડસ્કેપ સાથે આ સંવેદનાને જીવિત કરે છે, જે ઊંડાણ સાથે મિનિમાલીઝમને સંમિશ્રિત કરીને ગીતના અંતરને સાર્થક કરે છે. કોકા-કોલા ઈન્ડિયાના આઈએમએક્સ લીડ શાંતનુ ગંગાણેએ જણાવ્યું હતું કે, “દરેક ગીત સાથે આ સીઝનમાં કોક સ્ટુડિયો ભારતે ભારતની સંગીત ક્ષિતિજની સીમાઓને પાર કરવાનું ચાલુ રાખ્યું છે. અર્ઝ કિયા હૈ મંચ શક્તિશાળી સૂર અસલ વાર્તાકથનને એકત્ર કઈ રીતે લાવે છે તે દર્શાવે છે, જ્.રે કલાકારને અજમાયશ અને નાવીન્યતા લાવવાની છૂટ આપે છે. અમારો ધ્યેય કોક સ્ટુડિયો ભારતને તેમના ચાહકો સાથે ભારતની ઘણી બધી વાર્તાઓની ઉજવણી કરવામાટે નક્કર મંચ આપે છે અને અર્ઝ કિયા હૈ સંગીતને ખરા અર્થમાં જોડતા પ્રવાસમાં પગલું છે.’’