અમદાવાદની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ઈવેન્ટ એવી અદાણી અમદાવાદ મેરેથોનની નવમી એડિશન 30 નવેમ્બર 2025નાં રોજ યોજાશે. આ ઈવેન્ટ ફિટનેસ, એકતા અને દેશભક્તિથી ભરપુર વધુ એક જીવંત ઉજવણીનો વાયદો આપે છે. આ કાર્યક્રમ પ્રેરણાદાયી ભાગીદારીના દાયકાની નજીક પહોંચ્યું છે ત્યારે 15 ઓગસ્ટ 2025ના રોજ રજીસ્ટ્રેશનનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.આ ઈવેન્ટ મેરેથોન કરતા શહેરની એક સાંસ્કૃતિક પહેલ તરીકે વિકસિત થઈ છે. જેના હૃદયમાં #Run4OurSoldiersની પડઘો પાડતી થીમ જ રહેલી છે, જે ભારતીય સશસ્ત્રદળોની હિંમત અને નિઃસ્વાર્થ સેવાને ટ્રિબ્યુટ આપવાની પરંપરા છે. આ વર્ષે વધારાનું ભાવનાત્મક જોડાણ પણ જોવા મળવાનું છે, કારણ કે- અમદાવાદ અને અદાણી પરિવાર આ વર્ષની શરૂઆતમાં જોખમી સ્થિતિ હતી ત્યારે રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપણા સંરક્ષણ દળોએ કરેલા પ્રયાસો બદલ તેમને સન્માનિત કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.અદાણી અમદાવાદ મેરેથોન પોતાની આગવી છાપ છોડવા માટે 10 વર્ષની સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર એક ડગલું દૂર છે.વર્ષ 2022થી આ ઈવેન્ટ ગ્લોબલ મેરેથોન ઈવેન્ટ લિસ્ટનો ભાગ બની છે, જેને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન અને ડિસ્ટન્સ રેસીસ (AIMS) દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ઈવેન્ટને હાલના સમયગાળામાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારતની મુખ્ય રનિંગ ઈવેન્ટ્સમાં પોતાનું કદ મજબૂત કર્યાની માન્યતા પણ હાંસલ કરી છે.અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજીત આ મેરેથોનનું 2025માં પણ સાબરમતી રિવરફ્રન્ટ પરથી ફ્લેગ ઓફ કરાશ. જ્યાંથી શહેરના પ્રતિષ્ઠિત સ્થળો એવા અટલબ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસબ્રિજ પાસેથી સ્પર્ધકો પસાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here