રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરના રેસકોર્સના વિશાળ મેદાનમાં યોજાયેલા 5 દિવસીય જન્માષ્ટમીના લોકમેળામાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બપોરના ટાણે તો મેળામાં હૈયેહૈયુ દળાય એવી ભીડ જામી હતી, લોકમેળામાં ચકરડી, ફજતફાળકા, ટોરા ટોરા, ઝૂલા સહિતની અવનવી રાઈડસની મજા લોકો લઈ રહ્યા છે. મેળામાં આઈસ્ક્રીમ અને ખાણી-પાણીની લિજ્જત પણ લોકો માણી રહ્યા છે.

શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાયેલ લોકમેળાનો આજે ત્રીજો દિવસ છે. મેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રથમ દિવસે 2 લાખ બાદ ગઈકાલે બીજા દિવસે 2 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી હતી. આજે પણ બપોર સુધીમાં મેળામાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ જ મોટો ઉત્સવ એટલે રાજકોટનો લોકમેળો. મેળો એટલે મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઇ રહેવાનું સ્થળ. રાજકોટના લોકમેળાની નાના-મોટા, ગરીબ, અમીર સૌ સાથે મળી રાંધણ છઠ્ઠથી દશમ સુધી મુલાકાત અવશ્ય લેતા હોય છે. લોકોનું હૈયે હૈયુ દળાઇ તેવી જનમેદની એ આ પાંચ દિવસ જોવા મળે છે. જીવનની આ પળો બાળકો, વૃદ્ધો, કિશોરો સૌની જિંદગીની અમૂલ્ય યાદ બનીને રહી જાય છે. જન્માષ્ટમીના 5 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો તંત્રનો અંદાજ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં જબરો ઉત્સાહ છવાયેલ હોય લોકમેળાની રંગત લેવા માટે લોકોનો અવિરત પ્રવાહ રેસકોર્સ ગ્રાઉન્ડ તરફ વહી રહ્યો છે. લોકમેળામાં ચકરડી, ફજતફાળકા, ટોરા ટોરા, ઝૂલા સહિતની અવનવી રાઈડસની મજા લોકો લઈ રહ્યા છે. મેળામાં આઈસ્ક્રીમ અને ખાણી-પાણીની લિજ્જત પણ લોકો માણી રહ્યા છે. આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને મેળાનો ત્રીજો દિવસ છે એટલે કે આજના દિવસે પણ 2 લાખથી વધુ લોકો મેળાની મજા માણવા ઉમટી પડ્યા છે. આ વખતે મેળામાં આવતા લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે સતત સવારના 10થી રાત્રિના 12 વાગ્યા સુધી ડ્રોન મારફત મેળામાં AIની મદદથી ક્રાઉડ કાઉન્ટ અને મેનેજમેન્ટ માટે ઉપયોગી બને છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here