ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આવતી કાલે 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 12-દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીચનો કાર્યક્રમનું આયોજન કરાશે. આ આઉટરીચ કાર્યક્રમો ગુજકોસ્ટના રીજીયોનલ સાયન્સ સેંટર્સ  (RSCs) અને લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક ખાતે આયોજિત કરવામાં આવશે.

આ અનોખી પહેલ 12 ઓગસ્ટ 2025ના રોજ ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ ડૉ. વિક્રમ એ. સારાભાઈની જન્મજયંતિનાં અવસરે શરૂ થશે અને તા. 23 ઓગસ્ટ 2025ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસના રોજ સમાપ્ત થશે. ઈસરોના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર(SAC)ના ડિરેક્ટર  નિલેશ દેસાઈ આવતીકાલે સવારે 10:30 વાગ્યે સાયન્સ સિટી, અમદાવાદ ખાતેથી 12 દિવસના સ્પેસ સાયન્સ આઉટરીચ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

અવકાશ આઉટરીચ કાર્યક્રમો “આર્યભટ્ટથી ગગનયાન: પ્રાચીન જ્ઞાનથી અનંત સંભાવનાઓ ની ફોકલ થીમ પર આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સ્વભાવને જાગૃત કરવાનો છે.

આ કાર્યક્ર્મ દરમિયાન  ચિત્ર સ્પર્ધા – કલાત્મક અભિવ્યક્તિ દ્વારા થીમનું અન્વેષણ, એક્સટેમ્પોર સ્પર્ધા – થીમ પર સ્વયંભૂ અને સમજદાર અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવું,  વૈજ્ઞાનિક ઇન્ટરેક્ટિવ સત્ર – પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનો સમાવેશ. તથા વિજ્ઞાન ફિલ્મ શો – અવકાશ સંશોધન અને સિદ્ધિઓનું પ્રદર્શન અને  RSC ગેલેરી વોકથ્રુ – મુલાકાતીઓને અવકાશ વિજ્ઞાન પ્રદર્શનોનું અન્વેષણ કરવા સક્ષમ બનાવવું. તેમજ ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) મોડેલ મેકિંગ સ્પર્ધા – બધા RSC અને CSCના સહભાગીઓ માટે યોજાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here