સર્જક-સાહિત્યકાર ગુણવંત શાહના દીકરી અને જમાઈ પણ આવેલા છે એનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું કે ગુણવંત શાહે ખાસ આગ્રહ કર્યો છે કે અહીંની રેતી લેતા આવજો! અત્યાર સુધી હતું કે રમણ રેતીજેવી સરસ સોફ્ટ રેતી નહીં હોય પણ અહીંની રેતીનું પણ વિશેષ મહત્વ છે. ભારતથી આવેલા લોકોએ અહીં સંસ્કૃતિ,સભ્યતા અને ગુજરાતી ભાષાની ખેવના કરી છે એની વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી. શ્રાવણ મહિનો છે એ આખો મહિનો શ્રવણનો છે. એક-એક દિવસ પર્વ છે,એમાં પણ શિવરાત્રી મહાપર્વ છે.
કથા બીજ વિશે કહ્યું કે પહેલા વિચાર હતો કે ૩૪ વર્ષ પહેલાં માનસ કામદર્શન કથા કરેલી,આ વખતે માનસરામદર્શન કરીએ,ફરી દિમાગમાં દસ્તક થઇ કે રક્ષાબંધન ચાલે છે તો માનસ રામરક્ષા કરીએ! પણ કથા દરમિયાન ખબર પડી કે ઝાંઝીબારમાં માનસ રામરક્ષા કથા થઈ ગયેલી છે!! એટલે આજ પૂરતું કથા વિષયનુંનામકરણ એક દિવસ પાછળ ઠેલીને કાલે નક્કી કરશું કે કયા વિષય પર બોલવું. પણ રામ બધાની રક્ષા કરે છે.આજે સમગ્ર વિશ્વને રક્ષાની જરૂર છે.હનુમાનજીને પ્રાર્થના કરીએ.ચારે બાજુજ્યારે યુદ્ધના બ્યુગલો વાગે છે ત્યારે રામ બધાની રક્ષા કરે.વિશ્વામિત્રએ પણ રામરક્ષા સ્તોત્ર લખ્યું છે.બધાને રક્ષાની જરૂર છે.આપણા મનની રક્ષા કોણ કરે છે?આપણા તનની,સ્થૂળ નહીં પણ અન્ય રીત-આપણા ધનની,આપણા આંતરિક અને બાહ્ય શત્રુઓથી આપણને કોણ બચાવે છે?- એ વાતો પણ કરશું.અહીં પંપા સરોવર કાંઠે અરણ્યકાંડમાં રામને મળવા જ્યારે નારદ જાય છે અને પૂછે છે કે આપની માયાની પ્રેરણાથી વિશ્વમોહિનીનો પ્રસંગ સર્જાયો ત્યારે મને આપે વિવાહ કેમ ન કરવા દીધા! એ વખતે રામ સહર્ષનારદને જવાબ આપતા કહે છે કે મારો ભરોસો કરનાર,બધો જ આધાર મૂકીને માત્ર મારું ભજન કરે છે હું એનીરક્ષા કરું છું;જે રીતે મા પોતાના બાળકની બધી રીતે રક્ષા કરે છે.એ પણ કહ્યું કે જ્ઞાનીઓ પોતે પોતાની રક્ષા કરેછે.એ આ ચોપાઈ નો સાર છે.અહીંયા ચોપાઈનો કોઈ ખોટો અર્થ પણ કરીને એમ કહે છે કે સહરોસા એટલે રોષ સહિત- પણ સ્પષ્ટ છે કે સહર્ષરામ બેઠા છે,માત્ર લીલા કરે છે અને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જવાબ આપે છે.
રામરક્ષા સ્તોત્ર કે જે મહર્ષિ વિશ્વામિત્રએ રચ્યું છે એનું પણ જરૂરથી પઠન કરજો અને આપના બાળકોના દફતરમાં રામાયણ અને ગીતાજી અવશ્ય રાખજો એની લંબાણપૂર્વક બાપુએ વાત કરી. ગ્રંથ પરિચયમાં બે વિશેષ પ્રસંગ કહ્યા :એક પ્રસંગમાં કહ્યું કે સો વર્ષ પહેલા મુંબઈમાં બનેલો સાચો પ્રસંગ, અયોધ્યાનાં એક વિરત-ત્યાગી બાબા માધવબાગમાં કથા કરતા અને રોજ જ્યારે કથાની શરૂઆત કરે ત્યારે
લાલ રંગની નાનકડી ગાદી હનુમાનજી માટે રાખી અને ‘આઈએ હનુમંત બિરાજેએ’-શબ્દ બ્રહ્મ છે,પણ અશબ્દ એ પરબ્રહ્મ છે.
હરિનામ સૌથી પહેલા આપણો રક્ષક છે.
મૌન પરબ્રહ્મનું પ્રતીક છે.
મૌન વ્રત નથી વિભૂતિ છે
શ્રાવણ આખો શ્રવણનો મહિનો છે.
રામનામ રક્ષા કરશે.
દુઃખના ખેતરમાં જ સુખનો પાક ઉગે છે.
સુનુ મુનિ તોહિ કહઉં સહરોસા,
ભજહિ જે મોહિં તજિ સકલ ભરોસા;
કરઉં સદા તિન્હ કે રખવારી,
જિમિ બાલક રાખઇ મહતારી.
અરણ્ય કાંડની આ પંક્તિઓનું ગાન કરીને બાપુએ મોમ્બાસામાં પ્રસન્નતાપૂર્વક બધાને પ્રણામ કર્યા ત્યારે
ભારત ગુજરાત અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ ભાવવિભોર બની ગયા.
જ્યારે કેન્યાનાં મોમ્બાસામામ ૯૬૧મી રામકથાનો શનિવારથી આરંભ થયો.
મોમ્બાસાનું ઐતિહાસિક મહત્વ,અહીં યુગાન્ડાથી જ ભારતીયોની યાત્રા શરૂ થઈ.હવા,ધરતી,યાદો તેમજ
સંસ્કૃતિ,સ્થાપના અને સ્મૃતિથી ભરપૂર ૩૪ વરસ પહેલાની યાદો,આધ્યાત્મિક જ નહીં પણ ભાવનાત્મક જોડાણ
વિશેની વાત પણ આરંભે થઈ. આ કથાનાં મનોરથી મામા-મામીથી ઓળખાતા અરુણભાઈ અને પ્રમિલાબેન
સામાણી-કે જે મૂળ પોરબંદર પાસેના રાણાવાવના છે.૪૦ વરસ પહેલાં નૈરોબી અને પછી યુગાન્ડા
આવ્યા,સંઘર્ષ કરીને અહીં રહ્યા.બાપુએ પણ જણાવ્યું કે વર્ષો પહેલા ઓ.ટી.લાખાણી હાર્ટ સ્પેશિયાલિસ્ટ-
પોરબંદર રાણાવાવમાં કે જ્યાં આનંદમયી મા નો આશ્રમ છે ત્યાં ડોક્ટર લાખાણી આવતા એ વખતે રામકથા
રાણાવાવમાં થયેલી.બધાનો આગ્રહ હતો કે રાણાવાવમાં કથા થાય પણ બાળકોનો આગ્રહ હતો કે ફરી પાછા
મોમ્બાસામાં કથા કરવી છે.
સંપન્ન માણસ પ્રપન્ન ન બને ત્યાં સુધી પ્રસન્ન રહી શકતો નથી.બાપુએ આ બધી જ ઉદારતાની નોંધ લઇને
પ્રસન્નતા વ્યક્ત કરી સાથે-સાથે અનેક જૂની યાદોમાં મજેઠિયા પરિવાર,નૈરોબીના વનમાળીદાસ
બાપા,રમણીકભાઈ દેવાણી,નટુભાઈ નથવાણી કે જેઓએ પહેલી વખત શીપ બતાવી અને જેને કારણે શીપમાં-
દરિયામાં જે કથા થઈ હતી એના બીજનું વાવેતર થયેલું.