ગોદરેજ એન્ટરપ્રાઈસિસ ગ્રૂપની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ ઈન્ટિરીયોએ દેશના અગ્રણી રિઅલ એસ્ટેટ ડેવલપર્સના સહયોગથી, મુંબઈ, પૂણે, બેંગાલુરુ, દિલ્હી-એનસીઆર તથા હૈદરાબાદ સહિત મહત્વના શહેરોમાં રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ લોન્ચ કર્યાં છે. આ પહેલનો હેતુ કસ્ટમાઇઝેશન, કિફાયતીપણા અને ટેક્નોલોજી આધારિત સુવિધા આપતાં ઈન્ટિરીયર સાથે ફર્નિચરનો સુંદર સુમેળ સાધે તેવા ફૂલી ફર્નિશ્ડ સેમ્પલ ફ્લેટ્સ ઉપલબ્ધ બનાવીને ઘરની ખરીદીના અનુભવમાં ક્રાંતિ લાવવાનો છે. આ ક્ષેત્રમાં પ્રથમ પદાર્પણ કરનાર પ્રથમ બ્રાન્ડ હોવાના નાતે ઘર ખરીદનારાઓ સાથે તે મજબૂત રીતે જોડાઈ રહી હોવાની સાથે સાથે જ તેના રિટેલ વ્યવસાય માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિનો માર્ગ પણ તૈયાર કરી રહી છે. ઇન્ટરિયોને આશા છે કે આ ઓફર આગામી પાંચ વર્ષમાં તેના કુલ બિઝનેસ વોલ્યુમના 10 ટકા સુધીનું યોગદાન આપશે, જે બ્રાન્ડની વૃદ્ધિની યાત્રામાં તેના વ્યૂહાત્મક મહત્વને દર્શાવે છે.ઇન્ટરિયોના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સ્વપ્નિલ નાગરકરે આ પહેલ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “આ પહેલ ઘર ખરીદનારા આધુનિક ભારતીયોને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજના ઘર માલિકો તેમની વિકસતી જીવનશૈલીને પ્રતિબિંબિત કરે એવી જગ્યાઓ શોધે છે, જ્યાં કાર્યક્ષમતા અને શૈલીનો સુમેળ હોવાની સાથે જ ટેક્નોલોજી આધારિત સુવિધાઓ હોય. ઘર ખરીદવાની સફરની શરૂઆતમાં અમારી વિચારપૂર્વક ડિઝાઇન કરેલી અને સ્ટાઇલિશ પ્રોડક્ટ્સને સંકલિત કરીને, અમે ગ્રાહકોને તેમના રહેવાની જગ્યાઓને સરળતાથી વિઝ્યુલાઈઝ અને પર્સનલાઈઝ કરવા સક્ષમ બનાવીએ છીએ. અમારા ટેકનોલોજી-સક્ષમ સોલ્યુશન્સ, ક્યુરેટેડ મોડેલ ફ્લેટ્સ જેવા ઇમર્સિવ ફિઝિકલ ટચપોઇન્ટ્સ સાથે સંયોજિત છે, જે ડિજિટલ સુવિધા અને વાસ્તવિક-વિશ્વના અનુભવનું આદર્શ સંતુલન પૂરું પાડે છે, જે આધુનિક ભારતીય ઘરોની અપેક્ષાઓ માટે ‘મૂવ-ઇન રેડી’ નો વાસ્તવિક અર્થ શું છે તેને પુનઃવ્યાખ્યાયિત કરે છે.ઇન્ટરિયોએ ઓંગોલ (આંધ્રપ્રદેશ)માં બીએમઆર પ્રોજેક્ટ્સ અને અર્જુન ઇન્ફ્રા, વિજયવાડા (આંધ્રપ્રદેશ)માં ધ પાર્ક વ્યૂ અને ભુવનેશ્વર (ઓડિશા)માં ઉત્કલ ગ્રીનએક્સ સહિત સમગ્ર ભારતમાં અગ્રણી ડેવલપર્સ સાથે 50+ ભાગીદારી કરી છે, આ ઉપરાંત અન્ય જોડાણોની પ્રક્રિયા ચાલી રહી છે.ઇન્ટરિયોના કારોબારનો 50 ટકાથી વધુ હિસ્સો નવા ઘર ખરીદનારાઓ દ્વારા સંચાલિત હોવાને કારણે, બ્રાન્ડે ઘરનો કબજો લેવાના સમયે જ ગ્રાહકો સાથે જોડાવામાં રહેલી અનોખી તકને ઓળખી કાઢી હતી. આ ઓફરમાં મોડ્યુલર અને સ્ટાન્ડર્ડ બેડરૂમ ફર્નિચર, સ્ટીલ અને લાકડાંના વોર્ડરોબ, અને મોડ્યુલર કિચનથી માંડીને જગ્યાનો ઈષ્ટતમ ઉપયોગ અને આધુનિક સૌંદર્ય શાસ્ત્ર માટે તૈયાર કરવામાં આવેલા લિવિંગ અને ડાઇનિંગ સેટ્સ સુધીના ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણીનો સમાવેશ થાય છે. ગ્રાહકો ઇન્ટરિયોના મોડ્યુલર સોલ્યુશન્સ, જેમ કે UPMODS બેડ્સ, ક્રિએશન એક્સ 3 વોર્ડરોબ, મોડ્યુલર સોફા અને ચોક્કસ ફ્લેટ લેઆઉટને અનુરૂપ ડાઇનિંગ સેટનો ઉપયોગ કરીને તેમના ઘરોને જરૂરિયાત મુજબનું બનાવી શકે છે. 3D રૂમ પ્લાનર અને પ્રોડક્ટ કન્ફિગરેટર જેવા સાધનો દ્વારા ખરીદદારો તેમની પસંદગીની ડિજિટલ કલ્પના કરી શકે છે, જે ડિઝાઇન પ્રક્રિયાને સાહજિક અને આકર્ષક બનાવે છે.રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ મૂલ્ય અને સુવિધાની દ્રષ્ટિએ નોંધપાત્ર લાભ પૂરાં પાડે છે. ક્યુરેટેડ ફર્નિચર કલેક્શન, એક્સક્લુઝિવ પેકેજ પ્રાઇસિંગ અને પ્રી-ડિઝાઇન લેઆઉટ નવા ઘરની સજાવટ માટે જરૂરી સમય અને પ્રયાસોમાં ઘટાડો કરે છે. કસ્ટમાઇઝેશન અને વોલ્યુમના આધારે, ડિલિવરી અને ઇન્સ્ટોલેશન 2 દિવસથી 4 અઠવાડિયાની અંદર પૂર્ણ કરી શકાય છે. ઇન્ટરિયોએ આકર્ષક ઇએમઆઇ અને એનસીઇએમઆઇ (NCEMI) પ્લાન ઉપલબ્ધ બનાવવા માટે નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી પણ કરી છે, જે ખાસ કરીને નવા હોમબાયર્સ માટે તૈયાર કરવામાં આવી છે.હાલમાં મુખ્ય મહાનગરોમાં શરૂ કરવામાં આવેલી આ સેવા ટૂંક સમયમાં ઇન્ટરિયોના વિસ્તૃત ડીલર નેટવર્ક મારફતે દ્વિતીય શહેરોમાં વિસ્તૃત કરવામાં આવશે.ન્ટરિયોએ ઓંગોલ (આંધ્રપ્રદેશ)માં બીએમઆર પ્રોજેક્ટ્સ અને અર્જુન ઇન્ફ્રા, વિજયવાડા (આંધ્રપ્રદેશ)માં ધ પાર્ક વ્યૂ અને ભુવનેશ્વર (ઓડિશા)માં ઉત્કલ ગ્રીનએક્સ સહિત સમગ્ર ભારતમાં અગ્રણી ડેવલપર્સ સાથે 50+ ભાગીદારી કરી છે, આ ઉપરાંત અન્ય જોડાણોની પ્રક્રિયા ચાલી રહી છે.ઇન્ટરિયોના કારોબારનો 50 ટકાથી વધુ હિસ્સો નવા ઘર ખરીદનારાઓ દ્વારા સંચાલિત હોવાને કારણે, બ્રાન્ડે ઘરનો કબજો લેવાના સમયે જ ગ્રાહકો સાથે જોડાવામાં રહેલી અનોખી તકને ઓળખી કાઢી હતી. આ ઓફરમાં મોડ્યુલર અને સ્ટાન્ડર્ડ બેડરૂમ ફર્નિચર, સ્ટીલ અને લાકડાંના વોર્ડરોબ, અને મોડ્યુલર કિચનથી માંડીને જગ્યાનો ઈષ્ટતમ ઉપયોગ અને આધુનિક સૌંદર્ય શાસ્ત્ર માટે તૈયાર કરવામાં આવેલા લિવિંગ અને ડાઇનિંગ સેટ્સ સુધીના ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણીનો સમાવેશ થાય છે. ગ્રાહકો ઇન્ટરિયોના મોડ્યુલર સોલ્યુશન્સ, જેમ કે UPMODS બેડ્સ, ક્રિએશન એક્સ 3 વોર્ડરોબ, મોડ્યુલર સોફા અને ચોક્કસ ફ્લેટ લેઆઉટને અનુરૂપ ડાઇનિંગ સેટનો ઉપયોગ કરીને તેમના ઘરોને જરૂરિયાત મુજબનું બનાવી શકે છે. 3D રૂમ પ્લાનર અને પ્રોડક્ટ કન્ફિગરેટર જેવા સાધનો દ્વારા ખરીદદારો તેમની પસંદગીની ડિજિટલ કલ્પના કરી શકે છે, જે ડિઝાઇન પ્રક્રિયાને સાહજિક અને આકર્ષક બનાવે છે.રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ મૂલ્ય અને સુવિધાની દ્રષ્ટિએ નોંધપાત્ર લાભ પૂરાં પાડે છે. ક્યુરેટેડ ફર્નિચર કલેક્શન, એક્સક્લુઝિવ પેકેજ પ્રાઇસિંગ અને પ્રી-ડિઝાઇન લેઆઉટ નવા ઘરની સજાવટ માટે જરૂરી સમય અને પ્રયાસોમાં ઘટાડો કરે છે. કસ્ટમાઇઝેશન અને વોલ્યુમના આધારે, ડિલિવરી અને ઇન્સ્ટોલેશન 2 દિવસથી 4 અઠવાડિયાની અંદર પૂર્ણ કરી શકાય છે. ઇન્ટરિયોએ આકર્ષક ઇએમઆઇ અને એનસીઇએમઆઇ (NCEMI) પ્લાન ઉપલબ્ધ બનાવવા માટે નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી પણ કરી છે, જે ખાસ કરીને નવા હોમબાયર્સ માટે તૈયાર કરવામાં આવી છે.હાલમાં મુખ્ય મહાનગરોમાં શરૂ કરવામાં આવેલી આ સેવા ટૂંક સમયમાં ઇન્ટરિયોના વિસ્તૃત ડીલર નેટવર્ક મારફતે દ્વિતીય શહેરોમાં વિસ્તૃત કરવામાં આવશે