અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે શહેરના ટ્રાફિક નિયમન, અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર મામલે દાખલ કરેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવાલ કર્યો હતો. કે, શહેરમાં ચોમાસા દરમિયાન પણ ખાડાઓ ખોદાયેલા જોવા મળી રહ્યા છે, તો ચોમાસા પહેલા કેમ રોડ-રસ્તા શા માટે રિપેર ના કર્યા ? મ્યુનિ.ના વકિલે બચાવ કર્યો હતો કે, શહેરમાં રોડ-રસ્તાઓનું કામ સતત ચાલતુ જ રહે છે અને ખાસ તો ટ્રાફિક વધુ પડતો રહેવાના કારણે ઘણીવાર ખાડાઓ પડી જતા હોય છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર સુનાવણી યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા શું પ્લાનિંગ કરાયું છે અને શું કામગીરી કરાય છે તેના વિશે સરકારી વકીલએ માહિતી આપી હતી.
સરકારી વકીલે જણાવ્યું હતું કે અમદાવાદમાં આવેલા જંકશનો ઉપર કામ કરાવી રહ્યું છે. પહેલા ફેઝની કામગીરીમાં અમદાવાદના 29 જંક્શનમાં સુધારાની જરૂર હોવાનું જણાયું હતું. તે પૈકી 15 જંક્શન સુધારી દેવાયા છે. જે જગ્યાએ વધુ રાહદારીઓ હોય તેવા સ્થળોને ઓળખી પાડવામાં આવ્યા છે. રોંગ સાઇડ ડ્રાઇવ ટાળવા રોડ વચ્ચે ડિવાઇડરમાં કટ બંધ કરાયા છે. રાહદારીઓ માટે ફૂટપાથ બનાવવામાં આવી રહી છે. જજીસ બંગલો પાસે ફૂટપાથ બનાવી છે. એએમસી શહેરમાં 09 આઇકોનિક રોડ બનાવી રહી છે.તે પૈકી એક રોડ એરપોર્ટથી ગાંધીનગરનો છે. રોડની પહોળાઈ વધારીને તેની આસપાસ વૃક્ષારોપણ અને પેડેસ્ટ્રીઅન ફ્રેન્ડલી કરાય છે. વધુ રાહદારીઓની અવર-જવર હોય તેવા રોડ ઉપર 09 ફુટ ઓવર બ્રિજ 09 બનશે, જે પૈકી 02 ફૂટ ઓવર બ્રિજ બની ચૂક્યા છે. એક કેમ્પ હનુમાન અને બીજો શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જંકશન ઉપર બનવાનો છે. લો ગાર્ડન અને મીઠાખળીમાં વેન્ડર ટ્રાફિક જોવા મળે છે.
આ પ્લાનિંગ માટે સરદાર વલ્લભભાઈ નેશનલ ટેકનિકલ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ મદદ, જંક્શન અને મહત્વના રોડ ઉપર રીપોર્ટ આપ્યો, તેની ઉપર કામ કરાઈ રહ્યું છે. સિંધુભવન રોડ ઉપર ચાલવાની વ્યવસ્થા બરોબર ,પાર્કિગની જરૂર છે. સંસ્થાઓ અને ઘરો શહેર બહાર પણ વિસ્તરી રહ્યા છે. કોર્ટે કહ્યું હતું કે આગમી 05 થી 10 વર્ષના પ્લાનિંગ ઉપર ઓથોરિટીએ ફોકસ રાખવું જોઈએ. સરકારી વકીલે જણાવ્યું હતું કે AMC નું રોડ બજેટ 18 મહિનાનું હોય છે, દર 08 મહિને રિવ્યૂ મિટિંગ કરાય છે. ચોમાસા પછી શું કરવું તે અંગે પણ ફોકસ હોય છે.