અમદાવાદઃ જિલ્લાના બગોદરામાં એસટી બસ સ્ટેશન નજીક આવેલી એક ઓરડીમાં રહેતા એક રિક્ષાચાલક પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો સહિત પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગગડાવીને આત્મહત્યા કરતા ચકચારી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં એક દર્દનાક ઘટનામાં પાંચ સભ્યના પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે. બગોદરા બસ સ્ટેશનની બાજુમાં આવેલી એક ઓરડીમાં આ ઘટના બની હતી.  મૃતકોની ઓળખ વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા ( ઉ.વ 32), તેમની પત્ની સોનલબેન (ઉ.વ.26 ), પુત્રી સિમરનબેન (ઉ.વ 11 ), પુત્ર મયુરભાઈ (ઉ.વ. 8 ) અને પુત્રી પ્રીન્સીબેન ( ઉ.વ.5 ) તરીકે થઈ છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બારકોઠા વિસ્તારનો વતની હતો.વિપુલભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ બગોદરામાં ભાડાના મકાનમાં રહેતા હતા. અગમ્ય કારણોસર રાત્રે આખા પરિવારે ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તમામના મોત નિપજ્યાં હતા. આ બનાવની જાણ થતા બગોદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ જિલ્લાના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દીકરી સિમરન, 8 વર્ષનો દીકરો મયુર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની હતો. અહીં વિપુલ વાઘેલા ભાડાના ઘરમાં રહેતો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પરિવારે આપઘાત કેમ કર્યો તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી મળી શકી નથી.  તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ કરવા માટે ઘરમાં શોધખોળ હાથ ધરી છે. જોકે, હજુ સુધી કોઈ સ્યુસાઇડ નોટ સામે આવી નથી. આ સિવાય પોલીસ આસપાસના લોકોના નિવેદનો પણ નોંધી રહી છે. જોકે, પરિવારે આ પગલું કેમ લીધું તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

આ પરિવારે આર્થિક કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી તપાસ બાદ આપવામાં આવશે. પાંચેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here