સુરતઃ શહેરમાં બેફામપણે વાહનો દોડાવવાને લીધે અકસ્માતો વધતા જાય છે. ત્યારે શહેરના ડિંડોલી વિસ્તારમાં સાંઈ પોઇન્ટ સામે નવા હળપતિવાસમાં એક કારચાલકે પૂર ઝડપે કાર ચલાવીને ઘર પાસે રમી રહેલા અઢી વર્ષના બાળકને અડફેટે લીધો હતો. ત્યારબાદ કાર સાથે ચાલક નાસી જતાં તેનો બાઈકસવારોએ પીછો કર્યો હતો. દરમિયાન કારચાલકે પીછો કરી રહેલા બાઈકને ટક્કર મારતા બન્ને બાઈકસવાર રોડ પર પટકાયા હતા, ત્યારબાદ પૂર ઝડપે કારચાલકે સાયકલસવાર વૃદ્ધને પણ અડફેટે લીધા હતા.અને કારચાલક નાસી ગયો હતો. આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને કારચાલકની શોધખોળ આદરી છે.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક કારચાલકે બેફામ કાર ચલાવી આતંક મચાવ્યો હતો. સૌથી પહેલા ઘરની બહાર રમતા એક અઢી વર્ષના બાળકને અડફેટે લીધો હતો. બાળકને અડફેટે લઈ પૂરપાટ ઝડપે ભાગતા કારચાલકને પકડવા બે સંબંધીએ બાઇક પર પીછો કરતા તેમને પણ અડફેટે લીધા હતા ત્યારબાદ એક વૃદ્ધને પણ ટક્કર મારી ભાગી ગયો હતો. હાલ તો ડીંડોલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઇન્ટ સામે નવા હળપતિવાસમાં અમિત રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને એક અઢી વર્ષનો આરવ નામનો પુત્ર છે. અમિત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ સાંજે આરવ ઘરની બહાર આંગળામાં રમી રહ્યો હતો. ત્યારે સાઈ પોઇન્ટ તરફથી કિયા કારચાલક પૂરપાટ ઝડપે આવ્યો હતો અને ઘરની બહાર રમી રહેલા અઢી વર્ષના આરવને અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીર ઇજા પહોંચી હતી.  ત્યારબાદ કારચાલક પૂર ઝડપે ભાગી રહ્યો હતો. જેથી અમિતના સંબંધી મહેન્દ્ર વસાવા સહિત બે યુવકો બાઈક લઈને તેનો પીછો કર્યો હતો. અંદાજિત બે કિલોમીટર જેટલો પીછો કર્યા બાદ કારચાલક સુધી પહોંચી ગયા હતા. કારચાલકનો પીછો કરી રહેલા બાઈક સવારોને પણ અડફેટે લીધા હતા. જોકે બંને યુવકો બાઇક પરથી કૂદી જતા ઈજા થઈ ન હતી. ત્યારબાદ પણ કારચાલક પૂરપાટ ઝડપે ભાગ્યો હતો અને એક સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. તેમને પગમાં ઈજા પહોંચતી હતી. ત્યારબાદ કારચાલક પૂરપાટ ઝડપે ભાગી ગયો હતો. આ બનાવની ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ડીંડોલી પોલીસે સીસીટીવીના કુટેજ અને કારનો નંબર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here