ક્રિઝાક લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 233/- થી રૂ. 245/- ની કિંમત બેન્ડ નક્કી કરી છે.કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) બુધવાર, 2 જુલાઈ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 4 જુલાઈ, 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 61 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 61 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ ભરી શકાશે.આ IPO સંપૂર્ણપણે પિંકી અગ્રવાલ અને મનીષ અગ્રવાલ દ્વારા અનુક્રમે રૂ. 723 કરોડ અને રૂ. 137 કરોડ સુધીના ઇક્વિટી શૅરના ઓફર ફોર સેલનો છે.ક્રિઝાક લિમિટેડ એ એજન્ટો અને ઉચ્ચ શિક્ષણની વૈશ્વિક સંસ્થાઓ માટેનું એક B2B શિક્ષણ પ્લેટફોર્મ છે. જે UK, કેનેડા, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ (ANZ)માં ઉચ્ચ શિક્ષણની વૈશ્વિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ભરતી માટેના ઉકેલો પ્રદાન કરે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન, તેણે UK, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ, કેનેડા અને USAમાં મુખ્યત્વે 173 થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે કામ કરીને 7.11 લાખથી વધુ વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રક્રિયા કરી છે. ભારતમાં તેના 2,237 સક્રિય એજન્ટો છે અને UK, નાઇજીરીયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, કેમરૂન, ઘાના, કેન્યા, વિયેતનામ, કેનેડા અને ઇજિપ્ત સહિત 39 થી વધુ દેશોમાં લગભગ 1,711 સક્રિય એજન્ટો છે.ક્રિઝાકે જે ઉચ્ચ શિક્ષણની કેટલીક વૈશ્વિક સંસ્થાઓ સાથે કામ કર્યું છે તેમાં બર્મિંગહામ યુનિવર્સિટી, સરે યુનિવર્સિટી, સન્ડરલેન્ડ યુનિવર્સિટી, નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી, ગ્રીનવિચ યુનિવર્સિટી, વેસ્ટ લંડન યુનિવર્સિટી, પોર્ટ્સમાઉથ યુનિવર્સિટી, ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી, ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટી, એસ્ટન યુનિવર્સિટી, ડુન્ડી યુનિવર્સિટી, ડુન્ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કોવેન્ટ્રી યુનિવર્સિટી અને સ્વાનસી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.ક્રિઝાક ભારતમાં સ્થિત છે અને તે લંડન, UKમાં સહ-પ્રાથમિક કામગીરી ધરાવે છે. આ ઉપરાંત, તેની પાસે કેમરૂન, ચીન, ઘાના અને કેન્યા સહિત અનેક દેશોમાં સલાહકારો છે. 31 માર્ચ, 2025 સુધીમાં, તેની પાસે 368 કર્મચારીઓ અને 12 સલાહકારોની ટીમ હતી.યુનિવર્સિટીઓમાંથી કમિશનમાં વધારાને કારણે તેની શિક્ષણ સલાહકાર સેવાઓમાંથી આવકમાં વધારો થવાને કારણે, ક્રિઝાકની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2024 માં રૂ. 634.87 કરોડથી 33.81% વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 849.49 કરોડ થઈ ગઈ. કર પછીનો નફો નાણાકીય વર્ષ 2024 માં રૂ. 118.90 કરોડથી 28.62% વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 152.93 કરોડ થયો.ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ, બુક-રનિંગ લીડ મેનેજર છે, અને MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 50%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 35% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here