ભાવનગરઃ દરિયા કાંઠે આવેલા ઘોઘામાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાયા છે. દરમિયાન શહેરમાં આડી સડક પાસે પાણીના ટાંકી પાસે બાળકો રમતા હતા તે દરમિયાન એક બાળકનો પગ લપસી જતા બાજુમાં આવેલા પાણીના ખાડામાં પડ્યો હતો. અને તેના બચાવવા માટે બે બાળકો પણ ખાડામાં પડ્યા હતા, અને જોતજોતામાં ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને એક બાળકને બચાવી લીધો હતો પણ બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ બનાવથી ઘોઘામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. ઘોઘા આડી સડક પાસે પાણીની ટાંકી નજીક રમતા રમતા ત્રણ બાળકોનો પગ લપસી જતા નજીકમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ત્રણ બાળકો પડી જતાં બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકનું રેસ્ક્યૂ કરીને સ્થાનિકોએ બચાવી લીધો છે. મૃતક બાળકોના નામ અમિત કિરણભાઈ પટેલિયા (ઉંમર 7 વર્ષ), અને રોહિત નાનજીભાઈ પટેલિયા (ઉંમર 5 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે સમી સાંજે બનેલી આ ઘટનામાં ત્રણ બાળકો રમતા રમતા અકસ્માતે ખાડામાં પડી ગયા હતા. સ્થાનિકોએ તરત જ એક બાળકનું રેસ્ક્યૂ કરીને ઘોઘા પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃત બાળકોના મૃતદેહ બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે રેસ્ક્યૂ કરેલા બાળકને સારવાર અર્થે ઘોઘા ઘોઘા CHC હોસ્પિટલ ખાતે ખસેડીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here