અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં બડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન તારીખ 22.06.25ના રોજ કરવામાં આવેલ હતું. તારીખ 25.06.25ના રોજ તેનું પરિણામ આવતા રીનાબા પુષ્પરાજસિંહ ઝાલા ની ભવ્ય જીત થઇ હતી. ગ્રામજનો દ્વારા રીનાબાની આગેવાની હેઠળ ગામના વિકાસ માટે આશા વ્યક્ત કરવામાં આવી છે. રીનાબા ઝાલાએ ચૂંટણી જીત્યા બાદ જણાવ્યું હતું કે તેઓ ગ્રામજનોના આશીર્વાદ અને વિશ્વાસને નિભાવવા માટે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ચૂંટણી દરમિયાન રીનાબા પુષ્પરાજસિંહ ઝાલાએ ગ્રામ વિકાસ, સ્ત્રી શક્તિકરણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો, જેને ગામ લોકોએ ભરપૂર ટેકો આપ્યો. મતગણતરીમાં તેમના વિજયને પ્રચંડ બહુમતિ સાથે જાહેર કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here