વડોદરાઃ શહેરના મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ વરસાદી સીઝનની મોજ માણવા માટે અંકોડિયા વિસ્તારમાં નર્મદા કેનાલ પર ફરવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના કાંઠે ઊભેલા એક વિદ્યાર્થીનું ચપ્પલ કેનાલમાં પડતા ચપ્પલ લેવા માટે દોડતા લપસીને કેનાલમાં પડ્યો હતો. આથી તેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થી જતા તે પણ લપસીને કેનાલમાં પડ્યો હતો, બન્ને વિદ્યાર્થીઓ કેનાલના ધસમસતા પાણીમાં તણાવા લાગ્યા હતા. કાંટે ઊભેલા બન્ને મિત્રોએ બુમાબુમ કરતા અન્ય લોકો ભેગા તઈ ગયા હતા. અને આ બનાવની ફાયર બ્રિગેડના જાણ કરાતા ફાયરનો જવાનો દોડી આવ્યા હતા. મોડી સાંજે બંનેના મૃતદેહ મળી આવતા ગોત્રી મેડિકલ કોલેજના કોલ્ડ રૂમમાં મુકવામાં આવ્યા છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઇઆરએસ મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓ સાંજના સમયે શહેરના છેવાડે આવેલા અંકોડીયા કેનાલ પાસે વરસાદી માહોલ જોઈને ફરવા ગયા હતા. દરમિયાન કેનાલના કાંઠે ઊભેલા એક વિદ્યાર્થીનું ચંપલ કેનાલમાં પડી જતાં તે ચંપલ લેવા માટે પાણી તરફ ગયો હતો. ત્યારે અન્ય વિદ્યાર્થીએ તેને પકડી સહારો આપ્યો હતો. પણ સહારો આપનાર ઘાસમાં લપસી જતાં બંને ડૂબી ગયા હતા.  આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને તાલુકા પોલીસની ટીમ અંકોડીયા કેનાલ પાસે પહોંચી હતી. બંને મૃતકોના મૃતદેહને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમે ભરચક પ્રયાસ કર્યો હતો પણ મોડી સાંજે બંનેના મૃતદેહ મળી આવતા ગોત્રી મેડિકલ કોલેજના કોલ્ડ રૂમમાં મુકવામાં આવ્યા છે.

આ બનાવથી ગોત્રી મેડીકલ કોલેજમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. બંને મૃતકોમાં પ્રેમ પ્રવીણભાઈ માતમ જામનગર અને અને આદિત્ય રામકૃષ્ણ સુરતના બંને વિધાર્થીના આ ઘટનામાં કરૂણ મોત નીપજ્યા છે. બંનેના પરિવારોને સવારે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી કરી બાદમાં મૃતદેહોને પરિવારને સોંપવામાં આવ્યા હતા. ગોત્રી મેડિકલ કોલેજની એમ્બ્યુલન્સ દ્વારા બંનેના મૃતદેહને પોતાના વાતને પહોંચાડવામાં આવશે. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here