બાળકોમાં હાર્ટ એટેક: હાર્ટ એટેકની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. અગાઉ, વૃદ્ધોને હાર્ટ એટેક વધુ આવતા હતા, પરંતુ હાલના સમયમાં યુવાનો અને હવે ખાસ કરીને બાળકોને પણ હાર્ટ એટેક આવે છે. હવે સ્થિતિ વધુ ચિંતાજનક છે કારણ કે બાળકોમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે ઘણા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. તાજેતરમાં જ અમદાવાદના થલતેજ વિસ્તારમાં ધોરણ 3માં ભણતી આઠ વર્ષની બાળકીને સ્કૂલમાં જ હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આટલી નાની ઉંમરના બાળકોને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, બાળકોમાં હાર્ટ એટેક આવવાનું કોઈ ચોક્કસ કારણ જણાવવું મુશ્કેલ છે પરંતુ આ સમસ્યા મોટાભાગે ખરાબ જીવનશૈલીના કારણે હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે આજના બાળકો શારીરિક રીતે સક્રિય નથી. મોબાઈલ અને ટીવીના કારણે બાળકો રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓથી દૂર રહે છે. આ સિવાય ઓનલાઈન ક્લાસને કારણે તેમની શારીરિક પ્રવૃત્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. પરિણામે સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ ઝડપથી વધે છે.

વેસ્ટન કલ્ચરને ખૂબ ઝડપથી અનુસરવું એ પણ એક મોટું જોખમ છે. આજકાલ બાળકો જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન કરે છે, જેની શરીર પર ખરાબ અસર પડે છે. આ પ્રકારના ખોરાકમાં વધુ ખાંડ, વધુ મીઠું અને વધુ ચરબી હોય છે જે હૃદયની ધમનીઓને નબળી પાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

આ સિવાય બીજું કારણ એ છે કે મોબાઈલ ફોનમાં વિવિધ પ્રકારની વિડિયો ગેમ્સ ઉપલબ્ધ છે. આ પ્રકારની રમતમાં બીજાથી આગળ રહેવાનું અને જીતવાનું દબાણ એટલું વધી જાય છે કે હૃદય પણ ધડકવા લાગે છે. તેમજ કેટલાક બાળકોને જન્મથી જ હૃદય સંબંધિત સમસ્યાઓ હોય છે, જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો હાર્ટ એટેક પણ આવી શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આજના સમયને જોતા હાર્ટ એટેકથી બચવા માટે જીવનશૈલી અને ખાનપાન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને કસરત સિવાય સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. માતાપિતાએ બાળકોનો સ્ક્રીન સમય મર્યાદિત કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here