આગામી ત્રણ કલાક એટલે કે રાતના 10 વાગ્યા સુધી વરસાદનું જોર કેવું રહેશે, તે અંગેની આગાહી સામે આવી છે.

અમદાવાદ: રાજ્યના ઘણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 12 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મેંદરડાથી ગણદેવી સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. આ સાથે જ આગામી ત્રણ કલાક એટલે કે રાતના 10 વાગ્યા સુધી વરસાદનું જોર કેવું રહેશે, તે અંગેની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની નાઉ કાસ્ટ આગાહી એટલે કે ત્રણ કલાકની ટૂંકી આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે બુધવારે સાંજના 7થી રાતના 10 વાગ્યા સુધીની હવામાન વિભાગની નાઉ કાસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. જેમાં છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદના રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.આ ત્રણ કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 23 જિલ્લા ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ચાર જિલ્લામાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે.સવારના 6થી સાંજના 6 કલાક સુધી, 12 કલાકમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મેંદરડાથી ગણદેવી સુધી મેઘરાજાની ધબધબાટી બોલાવી છે. જ્યાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 13.03 ઈંચ, કેશોદમાં 11.02 ઈંચ, વંથલીમાં 10.24 ઈંચ, પોરબંદરમાં 10.08 ઈંચ વરસાદ ખાબક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here