સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર ગામ નજીક રવિવારે (17 ઓગસ્ટ) બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે, અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી.મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે રવિવારે (17 ઓગસ્ટ) સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક બે કાર વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. ગંભીર અકસ્માતના બનાવમાં એક જ પરિવારનાં 7થી વધુ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.સુરેન્દ્રનગરના લખતરના હાઈવે પર ઝમર અને દેદાદરા વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી. જેમાં કડું ગામથી કાર મારફતે સુરેન્દ્રનગર જઈ રહેલા પરિવારનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બે બાળકો સહિત સાત લોકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here