અમદાવાદઃ આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૯૨,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૯૭૨૬ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૮૫૩ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ ૧૦માં ૪૬૦૨૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧૮૪૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે.

ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેરમાં તમામ ૩૨૨ પરીક્ષા સ્થળો પર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તમામ ૨૪૫ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાઓનું મોનિટરીંગ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here