ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના P.H.C. અને C.H.C.માં આઉટસોર્સીંગ સેવાઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને ઉત્તમ, શ્રેષ્ઠ અને સઘન સારવાર મળી રહે તે માટે ખાલી જગ્યાઓએ આઉટસોર્સીંગ દ્વારા પણ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા નિયમિત ઘોરણે વર્ગ-1 થી વર્ગ-3 સુધીના વિવિધ સંવર્ગની ભરતી કરવામાં આવે છે. કેટલાક કિસ્સોમાં ખાલી જગ્યાઓની સામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આઉટસોર્સીંગ દ્વારા પણ  મેનપાવર ઉપલબ્ધ કરવામાં આવે છે.

રાજ્યના 355 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 ના મંજૂર કુલ મહેકમ – 1456ની સામે 1236  એટલે કે 84.96 ટકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 (M.O.) ના મંજુર મહેકમ 2099ની સામે 1611 એટલે કે 76.75 ટકા ભરાયેલી છે.

C.H.C.માં પેરા મેડિકલ, વહીવટી વર્ગ – 3 અને ડ્રાઇવર તેમજ વર્ગ – 4 ના કુલ મંજુર મહેકમ 8698ની સામે કુલ – 6439 હાલ એટલે કે 74.03 ટકા કાયમી તેમજ આઉટસોર્સીંગથી ભરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here