ભારતના અગ્રણી લક્ઝરી લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ ટાટા ક્લિક લક્ઝરીએ ભારતની પ્રસિદ્ધ લક્ઝરી બ્રાન્ડ સબ્યસાચી કોલકાતા સાથે-ભાગીદારીમાં દેશની પ્રથમ ડિજિટલ જ્વેલરી બૂટિક શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિશિષ્ટ ભાગીદારી વારસાને ડિજિટલ નવીનતા સાથે જોડે છે, જેના દ્વારા સબ્યસાચીની ઓળખરૂપ કારીગરી વધુ લોકપ્રિય અને એક્સેસિબલ બનશે, તેમ છતાં બ્રાન્ડની શાશ્વત લક્ઝરીની પરંપરા અખંડિત રહેશે. આ બૂટિક 21 ઑગસ્ટ, 2025ના રોજ પ્લેટફોર્મ પર લાઇવ થશે અને તેમાં ઓનલાઈન સબ્યસાચીની ફાઇન જ્વેલરીનું સૌથી વિશાળ સિલેક્શન હશે. 18 કેરેટ સોનામાં તૈયાર કરાયેલા આ તમામ આભૂષણો ટાટા ક્લિક લક્ઝરી પર ઉપલબ્ધ સબ્યસાચી બૂટિકમાં કોલકાતાની પ્રખ્યાત વર્કશોપમાંથી આવેલા વિવિધ ફાઇન જ્વેલરી કલેક્શનનું પ્રતિનિધિત્વ કરે છે. ધ રોયલ બેંગલ હેરિટેજ ગોલ્ડ કલેકશન શુદ્ધ સોનામાંથી બનેલા બેંગલ ટાઇગરના ચિહ્નને ઉજાગર કરે છે અને તેમાં ક્લાસિક સબ્યસાચી મંગલસૂત્ર પણ સામેલ છે. રોયલ બેંગલ ડાયમંડ કલેકશનમાં VVS-VS EF કલરના બ્રિલિયન્ટ કટ ડાયમંડ્સ, કિંમતી રત્નો અને કુદરતી પથ્થરના ચાર્મ્સ સાથે અલંકૃત આભૂષણો છે. રોયલ બેંગલ પર્લ સિરીઝમાં કુદરતી, કલ્ચર્ડ અને સાઉથ સી મોતીઓનો સમાવેશ થાય છે. સુંદરબન કલેકશન એ સમયના જંગલ જેવું છે, જ્યાં પ્રાચીન કારીગરીની જ્ઞાનસંપત્તિ છોડપાંદડા અને પ્રાણીઓના સ્વરૂપમાં રજૂ થાય છે. ટાઇગર સ્ટ્રાઇપ અને શાલિમાર કલેકશન એ આધુનિક આઇકોન્સ છે, જેમાં 18 કેરેટ સોનામાં હાઉસ ઈન્સિગ્નિયા (લોગો) લેકર હાઇલાઇટ્સ સાથે દર્શાવવામાં આવે છે, જ્યારે ટાઇગર આઈ ગ્રુપમાં ડાયમંડથી અલંકૃત બેંગલ ટાઇગર ઈન્સિગ્નિયા દર્શાવવામાં આવ્યું છે. પ્રોડક્ટ કેટલોગમાં ઇયરરિંગ્સ, પેન્ડન્ટ્સ, બ્રેસલેટ્સ અને રિંગ્સનો સમાવેશ થાય છે – આ બધું દૈનિક પરિધાન માટેની સૌંદર્યસભર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે.