સ્થિતિસ્થાપકતા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનું હૃદયસ્પર્શી ઉદાહરણ પૂરું પાડતા મોશન એજ્યુકેશન કોટાના છ વિદ્યાર્થીઓએ NEET અને JEE 2025માં અસાધારણ સફળતા હાંસલ કરી છે. સંઘર્ષોની વચ્ચે આગળ વધીને તેમણે ભારતમાં લેવાતી સૌથી અઘરી પ્રવેશ પરીક્ષાઓમાં ટોચના રેન્ક મેળવ્યા છે.બરેલી, ઉત્તર પ્રદેશના રહેવાસી અંશ પ્રતાપ, જેમના પિતા એક સામાન્ય સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે, તેમણે JEE મેઈન્સ 2025માં કેટેગરી રેન્ક 658 હાંસલ કર્યો છે અને JEE એડવાન્સ્ડ માટે ક્વોલિફાય કર્યું છે. મોશન એજ્યુકેશન તરફથી મળેલી રૂપિયા 21,000ની સ્કોલરશિપની મદદથી અંશે આર્થિક મુશ્કેલીઓને પાર કરી અને પોતાનું IITનું સપનું સાકાર કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું.AIIMS જોધપુરમાં પ્રવેશ મેળવવાનું સપનું જોતી કોટાની અનુષ્કા શુક્રવાલે NEETમાં 629 ગુણ મેળવ્યા અને OBC-NCL રેન્ક 72 હાંસલ કર્યો. અનુષ્કાએ એક અભ્યાસ માટેનું શિસ્તબદ્ધ રૂટિન, પરિવાર અને કોચિંગની સહાયથી એન્જિનિયરિંગ અને મેડિકલ વચ્ચેની અસ્પષ્ટતાને પાર કરી અને અંતે NEETને પસંદ કર્યું. અનુષ્કાનો મોટો ભાઈ પણ મોશન એજ્યુકેશનનો પૂર્વ વિદ્યાર્થી છે અને હાલમાં IIT કાનપુરમાં અભ્યાસ કરી રહ્યો છે.વધુ એક ચમકતા સિતારા મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રાજપુર ખેડા ગામના રામબાબુ ડાંગીએ NEET UG 2025 માં 23748 (530/720) ઑલ ઈન્ડિયા રેન્ક રેન્ક મેળવ્યો છે. જ્યાં પાંચમા ધોરણથી આગળ ભણવાની સુવિધા નથી કે કોઈ ક્લિનિક નથી તેવા ગામમાંથી આવતા રામબાબુએ કેરોસીન લેમ્પ હેઠળ અભ્યાસ કર્યો, શાળા માટે કલાકો મુસાફરી કરી અને ઉછીના પુસ્તકો પર નિર્ભર રહ્યા. તેમના પિતા એક મજૂર છે અને તેમણે રામબાબુને કોટા મોકલવા માટે અપાર બલિદાન આપ્યા. રામબાબુ હવે ડૉક્ટર બની તેમના ગામમાં પાછા ફરીને હેલ્થકેર ફેસિલિટી ઊભી કરવાનું સપનું જુએ છે જેથી કોઈને તબીબી સુવિધાના અભાવે તકલીફ ન પડે.અજમેર જિલ્લાના નાસિરાબાદના રહેવાસી આશિષ એક હોમગાર્ડના પુત્ર છે અને તેમણે NEET 2025માં 50મો રેન્ક હાંસલ કર્યો છે. તેમણે સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને રાજસ્થાન સરકારની મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના હેઠળ પસંદગી પામતા તેમને મોશનમાં બે વર્ષ માટે મફત કોચિંગ મળ્યું. આશિષ પોતાની સફળતાનો શ્રેય તેમને પરિવાર તરફથી મળેલ સપોર્ટ, સરકારની યોજના અને મોશનમાં મળેલા ગુણવત્તાયુક્ત શિક્ષણને આપે છે.રાજસ્થાનના બુંદી જિલ્લાના ધનાઓ ગામમાં રહેતી એક ખેડૂત પરિવારમાંથી આવતી હિન્દી માધ્યમની વિદ્યાર્થી આરતી બાસવાલે NEET 2025માં ઑલ ઇન્ડિયા રેન્ક 10345 અને SC કેટેગરીમાં રેન્ક 239 હાંસલ કર્યા છે. આર્થિક સંસાધનોની મર્યાદા અને સરકારની યોજના માટે કરેલી અરજી રિજેક્ટ થવા છતાં આરતીએ પોતાની દ્રઢતા કોચિંગ સંસ્થાની સમયસર સહાયથી તૈયારી ચાલુ રાખી શકી. હવે તે SMS મેડિકલ કોલેજ, જયપુરમાં પ્રવેશ મેળવવાનું સપનું જોઈ રહી છે.થાણે, મહારાષ્ટ્રના હર્ષ ગુપ્તા જે ક્યારેક ધોરણ 11માં નાપાસ થયા હતા અને ત્યારે સંબંધીઓએ તેની મજાક ઉડાવતા કહ્યું હતું કે, તેણે પણ તેમના પિતાની જેમ પાણીપુરી વેચવી જોઈએ. પરંતુ પોતાના ઉપર દ્રઢ વિશ્વાસ, મોશનની સહાય અને વર્ષો સુધીના સંઘર્ષ સાથે તેમણે આર્થિક મુશ્કેલીઓ, બીમારી અને ભાવનાત્મક પડકારોને પાર કરી લીધા. અંતે તેમણે JEE Advanced પાસ કરીને 16155મો રેન્ક હાંસલ કર્યો અને હવે તેમને IIT રૂરકીમાં પ્રવેશ મળ્યો છે.આ સફળતા પર વાત કરતાં મોશન એજ્યુકેશનના સ્થાપક અને સીઈઓ નિતિન વિજયે જણાવ્યું કે, ‘અમે દ્રઢપણે એ વાત માનીએ છીએ કે, ભારતના દરેક ખૂણામાં પ્રતિભા વસે છે, તેને ફક્ત યોગ્ય માર્ગદર્શન અને મદદની જરૂર છે. આ છ વિદ્યાર્થીઓ એ વાત સાબિત કરે છે કે જ્યારે સપનાને દૃઢ સંકલ્પ અને યોગ્ય મેન્ટરશિપનો આધાર મળે ત્યારે અદભૂત સફળતાઓ શક્ય બને છે. અમે ભારતમાં એન્જિનિયરો અને ડૉક્ટર બનવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ સુધીની પહોંચને લોકસામાન્ય બનાવવાના અમારી યાત્રામાં અગ્રેસર રહીશું, જેથી દરેક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ સાકાર કરી શકે.’JEE મેઈન્સમાં 4 વિદ્યાર્થીઓએ ટૉપ 100 માં, 17 વિદ્યાર્થીઓએ ટૉપ 500 માં, 39 વિદ્યાર્થીઓએ ટોપ 1000માં સ્થાન મેળવ્યું હતું જ્યારે AIR 10,000માં પ્રભાવશાળી 453 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. JEE એડવાન્સ્ડમાં 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું હતું, 23 વિદ્યાર્થીઓ ટોપ 500 માં સ્થાન મેળવ્યું હતું, અને નોંધપાત્ર રીતે 47 વિદ્યાર્થીઓ ટોપ 1000માં સ્થાન મેળવ્યું હતું. મોશનના 6,332 વિદ્યાર્થીઓમાંથી, 3,231 વિદ્યાર્થીઓએ ક્વોલિફાય કર્યું હતું, જેના પરિણામે ક્વોલિફાઇંગ રેશિયો 51.02% થયો હતો, જે રાષ્ટ્રીય સરેરાશની સામે બમણાથી વધુ છે.NEET 2025નાં પરિણામ પણ એટલાં જ ઉત્કૃષ્ટ રહ્યા જેમાં 7 વિદ્યાર્થીઓએ દેશભરમાં ટૉપ 100માં રેન્ક હાંસલ કર્યા અને 18 વિદ્યાર્થીઓએ ટૉપ 500ની અંદર સ્થાન મેળવ્યું. આ પરિણામો ફરી એકવાર સાબિત કરે છે કે મોશન પ્રતિભાની કદર કરે છે અને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણની પૂરું પાડી રહી છે, જે વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક સપનાઓ સાકાર કરવા માટે સશક્ત બનાવે છે.