ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં “સખી નીર”ના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાના આપેલા વિઝનને સાકાર કરતાં સચિવાલય કેમ્પસમાં “સખી નીર”નો આ પ્લાન્ટ ‘માં’ નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી  મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલ અને  ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનો નવા સચિવાલય બ્લોક નંબર-13ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.  આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે.

માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ અને ટીમે વિકસાવેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here