રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે ભારતીય રેલ્વે ટ્રાફિક સર્વિસ (IRTS), 1988 બેચના નિવૃત્ત અધિકારી શ્રી પ્રવિણચંદ્ર એન. પરમારે આજે, 8 મે 2025 ના રોજ ટ્રિબ્યુનલના ટેકનિકલ સભ્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.શ્રી પરમાર ઓગસ્ટ 2023 માં પશ્ચિમ રેલ્વે, મુંબઈના પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર (PCCM) તરીકે નિવૃત્ત થયા. તેમના નેતૃત્વ હેઠળ, પશ્ચિમ રેલ્વેએ 2022-23 માં અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાવી અને સૌથી કાર્યક્ષમ ફરિયાદ વ્યવસ્થાપન માટે રેલ્વે બોર્ડની ટ્રોફી પ્રાપ્ત કરી.નિવૃત્તિ પછી, તેમણે તેમની વર્તમાન નિમણૂક સુધી એક વર્ષ માટે ગુજરાત સરકારના ઉપક્રમ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે સેવા આપી.ગુજરાતના ખેરાલુ તાલુકાના લુણવા ગામના વતની શ્રી પરમારનો જન્મ અને ઉછેર પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો હતો. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને ઇજીએનઓયુમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો છે.ભારતીય રેલ્વેમાં ૩૩ વર્ષની શાનદાર કારકિર્દી સાથે, શ્રી પરમારે ઓપરેશન્સ, કોમર્શિયલ, સેફ્ટી અને જનરલ એડમિનિસ્ટ્રેશનમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી છે. તેમણે નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલ્વેમાં ફેકલ્ટી તરીકે અને આઈઆરસીટીસી, અમદાવાદમાં ચીફ રિજનલ મેનેજર તરીકે ડેપ્યુટેશન પર પણ સેવા આપી છે.તેમના વ્યાવસાયિક વિકાસમાં એલબીએસએનએએ મસૂરી, આયઆયએમ અમદાવાદ, આયએસબી હૈદરાબાદ,આયએનએસઇએડી સિંગાપોર અને આયસીએલઆયએફ, કુઆલાલંપુર, મલેશિયા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી તાલીમનો સમાવેશ થાય છે.શ્રી પરમારને બે વખત જનરલ મેનેજરનો કાર્યક્ષમતા પદક (મેડલ) મળ્યો છે અને ૨૦૦૪, ૨૦૧૫ અને ૨૦૧૯ માં રેલ મંત્રી હિન્દી નિબંધ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું છે.