ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-2026 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 26મી ફેબ્રુઆરી 2026થી થશે. જ્યારે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 16થી 26 જૂન દરમિયાન લેવાશે. શાળાઓમાં પ્રથમ સત્રમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 105 દિવસ જ્યારે બીજા સત્રમાં 144 દિવસ મળશે. 16 ઓક્ટોબરથી 05 નવેમ્બર સુધી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. ત્યારબાદ 06 નવેમ્બરથી શાળાઓમાં બીજું સત્ર શરૂ થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. તમામ ધોરણની પરીક્ષા, શૈક્ષણિક કાર્યના દિવસો, ઉનાળુ અને દિવાળી વેકેશન સહિતની તારીખો પણ આ કેલેન્ડરમાં જાહેર કરી છે. ચાલુ વર્ષે પહેલીવાર બોર્ડની પરીક્ષા માર્ચની બદલે ફેબ્રુઆરીમાં લેવાઈ હતી, આવતા વર્ષે પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 16થી 26 જૂન દરમિયાન લેવાશે. પ્રથમ સત્રમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 105 દિવસ જ્યારે બીજા સત્રમાં 144 દિવસ મળશે. 16 ઓક્ટોબરથી 05 નવેમ્બર સુધી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. ત્યારબાદ 06 નવેમ્બરથી શાળાઓમાં બીજું સત્ર શરૂ થશે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા કેલેન્ડરમાં જણાવ્યું છે કે, ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. જ્યારે દ્વિતીય પરીક્ષા 16થી 24 જાન્યુઆરી-2026 દરમિયાન લેવાશે. ધોરણ-9ની પ્રખરતા શોધ કસોટી તારીખ 28 જાન્યુઆરીએ લેવાનાર છે. બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પ્રાયોગિક પરીક્ષા ધો.12 સાયન્સની 05થી 13 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. ધોરણ 10 અને 12ની બોર્ડની મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 09થી 20 એપ્રિલ-2026 દરમિયાન લેવાશે. રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આ કેલેન્ડર લાગુ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here