ગુરુવારે શેરબજારમાં તેજીનું વાતાવરણ હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા રંગમાં ટ્રેન્ડ કરી રહ્યાં છે. બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 427 પોઈન્ટના ઉછાળા સાથે 77,151 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 139.05 પોઈન્ટના વધારા સાથે 23,352 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
બજારમાં તેજી
સકારાત્મક વૈશ્વિક સંકેતોએ બજારને વેગ આપ્યો અને બજાર સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી હતી. ઇન્ડેક્સ 1% થી વધુ વધવા સાથે બેન્કિંગ શેર્સ ઉછળ્યા. મેટલ, પીએસઈ, એનર્જી શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે ઈન્ફ્રા, ઓટો ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. આઈટી, એફએમસીજી, ફાર્મા શેરોમાં દબાણ હતું.
ટોપ લુઝર-ટોપ ગેનર
HDFC લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં ટોપ ગેનર હતા. જ્યારે ટ્રેન્ટ, ટાટા કન્ઝ્યુમર, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, નેસ્લે નિફ્ટીના ટોચના ઘટતા શેરો હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે બંધ થયા છે.