ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ રંગમાં થઈ હતી. બપોરના 3:30 વાગ્યે પણ બજારની સ્થિતિ અસ્તવ્યસ્ત જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. આ ચોથો દિવસ છે જ્યારે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. સેન્સેક્સ 528 પોઇન્ટ ઘટીને 77,620 પોઇન્ટ અને નિફ્ટી 162.45 પોઇન્ટ ઘટીને 23,526 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

 

નિફ્ટીના સાપ્તાહિક બંધના દિવસે બજાર પર દબાણ હતું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, એનર્જી, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ નુકસાન સાથે બંધ થયા હતા. મેટલ, ઈન્ફ્રા અને આઈટી શેરમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, એફએમસીજી શેર્સમાં ખરીદી જોવા મળી હતી, જેના કારણે ઇન્ડેક્સમાં લગભગ 1%નો વધારો થયો હતો.

ટોપ ગેનર-ટોપ લોઝર

શ્રીરામ ફાઇનાન્સ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, બીપીસી નિફ્ટીમાં ટોચના ઘટતા શેરો હતા. જ્યારે HUL, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, M&M, બજાજ ઓટો નિફ્ટીમાં ટોપ ગેનર હતા.

 

FMCG સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. કેપિટલ ગુડ્સ, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ બેન્ક, પાવર, રિયલ્ટી ઈન્ડેક્સમાં 1-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here