વૈરાગ્ય રસ છે.
વૈરાગ્ય એ લાભ નહીં પણ શુભ છે.ભગવાનની ભક્તિ એ લાભ નહીં પણ શુભ છે,માટે શુભને પરખો!

ભક્તિ જેવું શુભ તત્વ કોઈ નથી.વૈરાગ્યનું પોતાનું એક રૂપ હોય છે,વૈરાગને પોતાની એક ગંધ હોય છે.વૈરાગ્ય માખણ જેવું હોય છે.બીજા વિશ્વયુધ્ધ પહેલા ૯.૫ મિલિયન યુરોપિયન-જ્યુઝની વસતિમાંથી વિશ્વયુધ્ધ પુરું થયું ને વિનાશક સમૂહ હિંસા-
હોલોકોસ્ટમાં માત્ર ૩ મિલિયન જ્યુઝ જીવીત રહ્યા,૬ મિલિયન જે સંહારમાં હણાયા એનું સાક્ષી એવા પોલેન્ડનાં કેટોવીસમાં મૃતાત્માઓની શાંતિ,વિશ્વશાંતિ અને અમન માટે ચાલતી મોરારિબાપુની રામકથા ચોથા દિવસમાં પ્રવેશી ત્યારે અનેકના પત્ર હતા.એમાં બૌદ્ધ ભીખ્ખુ ભંતેજીનો એક પત્ર હતો કે: મનનો દીવો પ્રજ્વલી રહ્યો છે,ક્યારેક વૈરાગ્યથી જગમગી રહ્યો છે પરંતુસંસારની આંધી એને જાણે બૂઝાવી દેશે એવી બીક લાગે છે.વૈરાગ્યના કેટલા પ્રકાર છે?વૈરાગ્યમાં સૌથી મોટી રૂકાવટ કઈ હોય
છે?મનનો મોહ હોય છે કે માયાજાળ હોય છે?પરમ વૈરાગીનો માર્ગ કેવો હોય છે?જ્યારે બુધ્ધપુરુષની આંખોમાં વૈરાગ્ય ચમકતો જોઈએ ત્યારે મન ત્યાં ખેંચાય છે અને એ પ્રેરણા બને છે. બાપુએ જણાવ્યું કે વૈરાગ્ય કેવળ શબ્દ ન રહે પણ જીવનનો અનુભવ બની જાય.
ઘણા પ્રકાર છે.પરંતુ વૈરાગ્ય એ લાભ નહીં પણ શુભ છે.લાભ શબ્દ મને પસંદ નથી,પ્રિય નથી.શુભ શબ્દ પ્રિય છે.ભગવાનની ભક્તિ એ લાભ નહીં પણ શુભ છે,માટે શુભને પરખો! ભક્તિ જેવું શુભ તત્વ કોઈ નથી.
રામનું ભૂમિ શયન જોઇને વિષાદગ્રસ્ત થયેલો ગુહરાજ લક્ષ્મણને પ્રશ્ન પૂછે છે ત્યારે કૈકયી વિશે થોડાક કઠિન શબ્દ બોલે છે,નાનો માણસ મોટા માટે ગમે તેમ બોલી શકે એવું બાપુએ કહ્યું. વૈરાગ્યના ઘણા પ્રકાર છે.એમાં એક પ્રકાર છે વૈરાગ્ય રસ છે.રસને કોઈ રૂપ ન હોય,રંગ ન હોય,માત્ર સ્વાદ હોય.બધા જ રસ
પાણીમાંથી આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here