વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં FICCI FLOના સહયોગથી તાજેતરમાં STEM અવેરનેસ અને રોબોટિક્સ અંગે એક માહિતીસભર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રોબોટિક્સ વિશેષજ્ઞ શ્રી મુદિત ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મૅથેમેટિક્સ (STEM) ક્ષેત્રની કારકિર્દી અને રોબોટિક્સના વાસ્તવિક ઉપયોગ અંગે રુચિકર માહિતી આપી.આ સત્રમાં ખાસ કરીને મહિલાઓ માટે STEM ક્ષેત્રના અવસરો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી યુવતીઓ પણ ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મેળવી શકે. કાર્યક્રમના સફળ આયોજનમાં મીસિસ રુત્વિ વ્યાસ (FICCI FLO ની વાઇસ-ચેર અને Women in STEM ઈનિશિયેટિવની નેશનલ હેડ) અને મીસિસ મધુ ભાટિયા (FICCI FLO અમદાવાદ અધ્યક્ષ)ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. બંનેએ વિદ્યાર્થીઓ સાથે સક્રિય વાતચીત કરી અને કાર્યક્રમના અંતે એક ક્વિઝ અને પ્રશ્નોત્તરી દ્વારા તેમના અનુભવ અંગે જાણકારી મેળવી.આ ઇન્ટરએક્ટિવ સેશન દ્વારા વિદ્યાર્થીઓને STEMના જગત વિશે નવી દૃષ્ટિ મળી અને ઘણા વિદ્યાર્થીઓએ આવી કારકિર્દી તરફ આગળ વધવાનો આત્મવિશ્વાસ અનુભવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here