વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર ગણાય છે. અને મગરો અવાર-નવાર રહેણાંક વિસ્તારોમાં પણ આવી જતા હોય છે. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં  મધરાતે એક મહાકાય મગર રોડ પર આવી જતા તેનું રેસ્ક્યુ કરતા નાકેદમ આવી ગયો હતો.  શહેરના ભૂતડી ઝાંપાથી કારેલીબાગ જવાના માર્ગ પર કાસમ આલા બ્રિજ ઉપર  મધરાતે 10 થી 12 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. મગર સોસાયટી તરફ જતો હતો તે દરમિયાન કોઈની નજર પડી જતા લોકો ભેગા થઈ ગયા હતા.

વડોદરા શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસેના બ્રિજ પરથી 11.5 ફૂટ લાંબા મહાકાય મગરને મોડી રાત્રે રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. મગર નદી વિસ્તારમાંથી નીકળીને રહેણાંક વિસ્તાર તરફ જઇ રહ્યો હતો. જો કે, મગરે સ્થાનિકોને જોતા જ તેણે યુ-ટર્ન મારી બ્રિજના ફૂટપાથ પાસે અડિંગો જમાવ્યો હતો. આખરે દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરીને સહીસલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. મગર પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યૂ ટીમના સભ્યોએ  જણાવ્યું હતું કે, મોડી રાત્રે 11.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કાસમઆલા કબ્રસ્તાન પાસે આવેલા બ્રિજ નજીકથી આ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ.  મગર અંગેની જાણ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા અમને કરવામાં આવી હતી. ત્યાર બાદ અમારી ટીમના સંદિપ ગુપ્તા, હર્ષદ સોની, મીત ચૌધરી તથા ફોરેસ્ટ વિભાગના નિતીન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, મગર કાંસમાથી નીકળીને સોસાયટી તરફ જઇ રહ્યો હતો, પરંતુ સોસાયટીના રહીશોને જોતા જ તેણે યુ-ટર્ન માર્યો હતો અને બ્રીજના ફૂટપાથ પર આવીને બેસી ગયો હતો. મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો અને સહીસલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here